ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઓર ડ્રિન્ક એન્ડ સ્લીપ : વડોદરા પોલીસ

0
16

વડોદરા,
તા.૯/૫/૨૦૧૮

દારૂબંધી નાથવા વડોદરા પોલીસનો ઈલેક્ટ્રોનિક બોર્ડ પર સંદેશ

શહેરમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ આવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જંકશનો પર ઇલેકટ્રોનિક બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેના પર આજે ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઓર ડ્રિન્ક એન્ડ સ્લીપ ‘નું સ્ક્રોલીંગ ચાલતા ભારે અચરજ ફેલાયુ હતુ. કેમ કે પોલીસ શહેરીજનોને કયો મેસેજ આપવા માંગે છે. તે જ સમજાતુ નથી. જા કે પાછળથી પણ સ્ક્રેપીંગ બંધ કરી દેવામાં આવ્યું હતુ. કદાચ મોડે મોડે પોલીસને ભૂલ સમજાઈ હશે. ઈલેકટ્રોનિક સ્ક્રીન પર ચાલતા ડ્રિન્કના સ્ક્રોલિંગ પગલે લોકોમાં આશ્ચર્યઃ બાદમાં સ્કોલિગ બંધ કરાયુ ટ્રાફિક નિયમન અંગે શહેરીજનોમાં જાગૃતિ આવે અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ ટ્રાફિકને લગતા સૂત્રો લખીને હોર્ડીન્ગ્સ મૂકવામાં આવે છે.

પરંતુ, હવે ઈલકટ્રોનિકસ બોર્ડ મૂકવામાં આવ્યા છે. અલગ અલગ ટ્રાફિક જંકશનો પર મુકવામાં આવતા ઈલેકટ્રોનિકસ બોર્ડમાં આજે એવું સ્કોલીંગ ચાલતુ હતુ કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઓર ડ્રિન્ક એન્ડ સ્લીપ ‘ ગુજરાતમાં દારૃબંધી છે. ત્યારે આવા મેસેજ બતાવીને શહેરીજનોને પોલીસ કયો મેસેજ આપવા માગે છે તે સમજાતુ નથી. જા કે આ મુદ્દે ભારે વિવાદ થતાં છેવટે આ સ્કોલીંગ બંધ કરી દેવામાં આવ્યું હતુ. આ અંગે ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ એસીપી જે.એન.દેસાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોબાઈલ નેટવર્કમાં પ્રોબ્લેમ છે. તેવું જણાવીને મોડા ફોન કરવા કહ્યું હતુ. ત્યારબાદ તેમને ફોન રિસીવ કર્યો ન હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY