વડોદરામાં મોટું બેન્ક કૌભાંડ!,૨૫૦૦ કરોડની બેન્ક લોન ન ભરતા સંચાલકોએ નાદારી નોંધાવી

0
106

વડોદરા,
તા.૨૬/૦૩/૨૦૧૮

બેંકો-ફાયનાન્સ કંપનીઓએ વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરી

વડોદરા નજીક આવેલી ડાયમંડ પાવર કંપની લિમિટેડના સંચાલકો સામે સીકોમ લિમિટેડે રૂપિયા ૩૩ કરોડની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ બે બેંકોએ પણ બાકી પડતી રકમની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરતા કંપનીના સંચાલકોએ ઇનસોલવંન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ હેઠળ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં નાદારી જાહેર કરતી અરજી કરી છે. જે સામે ટ્રીબ્યુનલે મિલકતો ન વેચવાના હુકમ સાથે વહીવટદારની નિમણૂંક કરી છે.

ડાયમંડ પાવર કંપની લિમિટેડ કંપની વડોદરા નજીક ગરધીયા ગામ પાસે આવેલી છે. આ કંપનીના અમિત ભટનાગરે પોતાના પરિવારજનોના નામે અલગ-અલગ નામે કંપનીઓ શરૂ કરી હતી. અને તે કંપનીઓના નામે રાષ્ટીયકૃત બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ પાસેથી રૂપિયા ૨૫૦૦ કરોડ ઉપરાંતની લોન લીધી હતી.

કંપની ક્રમશઃ ખોટના ખાડામાં ધકેલાતા કંપનીના સંચાલકો બેંકોની લોનો ભરપાઇ કરી શક્યા ન હતા. જે પૈકી સીકોમ લિમીટેડે પોતાની રૂપિયા ૩૩ કરોડની બાકી પડતી રકમની વસુલાત માટે જપ્તી સહિતની કડક કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ઇન્ડિયન ઓવરસીસ બેંકે રૂપિયા ૪૬ કરોડ અને યુકો બેંકે પણ રૂપિયા ૩૫ કરોડ ઉપરાંતની બાકી પડતી રકમની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી હતી.

રાષ્ટ્રીયકૃત બેંકો અને ખાનગી ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વસુલાતની કાર્યવાહી હાથ ધરાતા ડાયમંડ પાવર કંપનીના સંચાલકોએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં ઇનસોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ હેઠળ નાદારી જાહેર કરતી અરજી કરી હતી.

ડાયમંડ પાવર કંપનીના સંચાલકોએ નાદારી માટે કરેલી અરજી સામે એન.સી.એલ.ટી.એના સભ્ય બિક્કી રવિન્દ્રબાબુએ હુકમ કર્યો છે. હુકમમાં કંપનીના સંચાલકો મિલકત વેચી શકશે નહિં. આ સાથે અરવિંદ ગૌદાણીની વહીવટદાર તરીકે નિમણૂંક કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY