આરોગ્ય વિભાગ દ્વારા ફેરિયાઓ પાસેથી લીધેલા દૂધના ૧૦ નમૂનામાંથી પાંચ ફેઇલ

0
112

રાજકોટ,
તા.૯/૫/૨૦૧૮

કેરી અને ગોલા પર દરોડા પાડ્યા બાદ રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં દૂધ વેચતા ફેરિયાઓ પર તવાઇ હાથ ધરી દૂધના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે એપ્રિલમાં શહેરમાંથી અંદાજે ૨૫ ફેરિયાઓ પાસેથી દૂધના સેમ્પલ લીધા હતા જેમાં ૧૦ના રિપોર્ટમાં પાંચ ફેઇલ આવ્યા છે.

રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશથી એપ્રિલમાં સમગ્ર રાજ્યમાંથી દૂધ વેચતા ફેરિયાઓને ત્યાંથી દૂધના નમૂલા લીધા હતા. જેના ભાગ રૂપે રાજકોટમાં આરોગ્ય વિભાગે પાંચ ટીમ બનાવી ૨૫ ફેરિયાઓના નમૂના લીધા હતા, જેમાંથી ૧૦ દૂધના પરિક્ષણના રિપોર્ટમાં પાંચ દૂધના નમુના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે ફેઇલ થયા હતા. આરોગ્ય વિભાગે અન્ય ૮ સ્થળો પરથી દૂધના નમૂલા લીધા હતા જેને ટેસ્ટંગ માટે મોકલવામાં આવ્યા હતા.

ફેઇલ થયેલા નમૂનાની વાત કરીએ તો મહેશ ઓધડ ગમારા અને મહેશ વશરામ લુણાગરિયાના દૂધના નમૂનામાં જીદ્ગહ્લઅને હ્લછ્‌નું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું જાવા મળ્યું હતું. તો મનસુખ મગન અમીપરા, વામજા ચંદુ છગન અને રમેશ રણછોડ કપૂરિયાના દૂધના સેમ્પલમાંથી જીદ્ગહ્લનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું જાવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તમામને નોટિસ ફટકારવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY