અમદાવાદ,
તા.૯/૫/૨૦૧૮
શહેરમાં ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ બેફામ રીતે ફૂલીફાલી છે. ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી હેઠળ નિયમિત કરાવવાની યોજના પણ નિષ્ફળ નિવડી છે. આ યોજના અંતર્ગત ૨૮ માર્ચ, ૨૦૧૧ સુધીની કટ ઓફ ડેટ નક્કી કરાઈ હતી.
આ કટ ઓફ ડેટના સમયે શહેરમાં પાંચ લાખથી વધુ ગેરકાયદે બાંધકામ હતાં, પરંતુ તંત્ર સમક્ષ માત્ર ૨.૪૩ લાખ અરજી આવી હતી, જે પૈકી પચાસ ટકા અરજી નામંજૂર થઈ છે, પરંતુ આવા બાંધકામ પર બુલડોઝર ફેરવવાની રાજકીય ઈચ્છાશક્તનો અભાવ વર્તાઈ રહ્યો છે.
આ તો ઠીક, પરંતુ કટ ઓફ ડેટ બાદ દસ હજારથી વધુ નવાં ગેરકાયદે બાંધકામ થયાં હોવાનું ખુદ તંત્ર સ્વીકારાતું હોવા છતાં જુહાપુરા જેવા વિસ્તારમાં મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવા મ્યુનિસિપલ સત્તાવાળાઓને પોલીસતંત્ર પાસે ત્રણ વર્ષમાં વીસ વાર પોલીસ બંદોબસ્ત માગવો પડ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના વડા ચૈતન્ય શાહે આ મામલે ગઈ કાલે સરખેજ પોલીસ સ્ટેશનને મનાઈહુકમની નોટિસની નકલ સાથેની પોલીસયાદી એટલે કે ફોર્મ-૪૨ પાઠવીને પોલીસ બંદોબસ્તની માગણી કરી છે. આ પત્રમાં પોલીસતંત્રને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જીડીસીઆરની જાગવાઈ અનુસાર ગેરકાયદે બાંધકામના સ્થળે કામ ચાલુ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની ફરજ પોલીસતંત્રની થતી હોઈ તે બાબતની જાણ પણ કરાઈ છે. આ અંગે ચૈતન્ય શાહ કહે છે, ‘જા પોલીસ બંદોબસ્ત મળશે તો આવતી કાલે ફતેહવાડી કેનાલના પાછળના વિસ્તારમાં તંત્ર ચોક્કસ ડિમોલિશન હાથ ધરશે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





