ભારતીય સૈન્યમાં જોડાય દેશની ઉત્ક્રુષ્ટ સેવા કરવા ઇચ્છુક શારીરિક સશક્ત પુરૂષ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા “સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે. તાલીમવર્ગમાં રહેવા તેમજ જમવાની સુવિધા નિ:શુલ્ક કરવામાં આવનાર છે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થયે રૂ. ૩૦૦૦/-નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમવર્ગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી – રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં પસંદગી પામેલ એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ એડમીટ કાર્ડની નકલ સાથે તા. ૧૧/૦૫/૨૦૧૮ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે પસંદગી હેતુસર રૂબરૂમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગરનો રૂબરૂમાં તેમજ ૦૨૭૫૨ ૨૮૨૩૫૩ ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રાનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. 9825591366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







