સુરેન્દ્રનગરમાં જીલ્લામાં છેલ્લા કેટલાય સમય થી શહેર તેમજ ગામણી વિસ્તારમાં અનેક આરોગ્યની સમસ્યાઓ છે ત્યારે સરકાર દ્રારા આપવામાં આવતા મા અમૃતમકાડૅ તેમજ રાષ્ટ્રીય વિમાના કાડૅ છે તે શહેરની ખાસ કરીને સી.યુ.શાહ માં પણ આ કાડૅ સ્વીકારવામાં આવતા નથી તેથી ગરીબ માણસને પ્રાઈવેટ માં સારવાર લેવી પડેછે ત્યારે શહેરની માહત્મગાધી સરકારી હોસ્પિટલમાં14 ડોક્ટર પૈકી 6ડોકટર જ છે ત્યારે કરોડો રુપિયા ના સાધનો ધુળ ખાઈ રહયા છે. તેમજ વઢવાણ થી ખોડુ ના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે અને વઢવાણ તાલુકાના ખારવા ગોમટા બલદાણાનો રસ્તો પણ બિસ્માર બન્યો છે તેમજ શહેરના મુખ્ય રસ્તોઓ પણ ધણા સમય થી જિ.યુ.ડી.સી કામગીરી સમગ્ર પ્રજા પરેશાન છે તેમજ મુશકેલીઓ ભોગવી રહી છે જેવી તમામ રજૂઆત માટે આરોગ્યસમિતિના ચેરમેન કાતિભાઈ ટમાલિયા, એ.પી.એમ.સી ચેરમેન મોહનભાઇ પટેલ તેમજ જીલ્લા પંચાયત સભ્યો ,તાલુકા પંચાયત સભ્યો, સરપંચ, બાર એસોસિએશન,તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો દ્રારા જીલ્લા કલેકટર કે.રાજેશ રજૂઆત કરી હતી અને તાત્કાલીક કાયૅવાહી કરવામાં નઈ આવે તો આગામી13તારીખે સી એમ વિજય રુપાણી સુરેન્દ્રનગર આવી રહયા ત્યારે તેમના કાફલાને રોકવામાં આવશે એવી ચિમકી આરોગ્ય ચેરમેન કાતિભાઈ ટમાલિયા એ આપી હતી.ત્યારે કલેકટર કે.રાજેશ જણાવ્યું હતુ કે હુ જ્યારે સુરેન્દ્રનગર માં હાજર થયો તેજ દરમિયાન થી રોડ રસ્તાઓ બનાવવાની સૂચનાઓ આપી છે આગમી સમય માં જલદી જ બની જશે અને ફરી તમને ફરિયાદ કરવાનો મોકો નહી મળે તેમ જણાવ્યું હતુ.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. (જી.સુરેન્દ્રનગર)
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







