જો એક મહિને બીલો અપાય તો ગ્રાહકો ના ઓછાા યુનિટ વપરાતા બિલ ઓછા મળે
રાજપીપલા:
રાજપીપલા શહેર માં ઘણા લાંબા સમય થી બે મહિને લાઈટ બિલ ફળાતાં હતા જે હાલ અઢીી મહિને પણ અમુક વિસ્તારો માં આવ્યા નથી માટે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ યુનિટ દીઠ વધતાા ભાવો જયારે બીજી તરફ બિલ ફાડવાનો સમય ગાળો વધારતા ગ્રારાહકો ના વીજ કંપની દ્વા્વારા રીતસર ના ખિસ્સા ખાલી કરાય રહ્યા હોય એમ લાગી રહ્યું છે ત્યારે વારંવાર સોસીયલ મીડિિયા પર આ બાબતે ઘણી કોમેન્ટ મુકાય છે અને એમની અમુક અધિકાારીઓ વાંચે છે છતાં બિલ નો સમય ગાળો ઘટવાના બદલે વધીીજ રહ્યો છે ત્યાયારે રાજીકીય આગેવાનો તો આ માાટે કોઈ પગલાં લેય એમ નથી માટે હવે ખુદ ગ્રાહકોએજ જાગૃત થઈ નક્કર પગલાં લેવા પડશે કેમકે લાઈટ બિલ પાછળ આપેલા કોષ્ટક પ્રમાણે પ્રથમ 100 યુનિટ નો વપરાશ હોય તો યુનિટ દીઠ એટલો ભાવ અને જેમ જેમ યુનિટ વધતા જાય તેમ તેમ ભાવ પણ વધુ છે ત્યારે જો વીજ કંપની દ્વારા દર મહિને લોકો ના ઘરો ના બિલ ફાડવામાં આવે તો માધ્યમ અને ગરીબ વર્ગ ના પરિવારો ને મોટી રાહત થાય એમ છે જોકે અગાઉ ઘણા ગ્રાહકો દ્વારા મીટર રીડરો ને આ માટે પૂછ્યું છે પરંતુ કોઈ યોગ્ય જવાબ મળતો ન હોય હવે ગ્રાહકો એ ચોક્કસ જાગૃત થવું પડશે.
આ બાબતે રાજપીપલા લઘુમતી મહિલા મોર્ચા ના આગેવાન શબાનાબેન આરબે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વીજ કંપની દ્વારા ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે ત્યારે અગાઉ અમે આ બાબતે મૌખિક રજૂઆતો વારંવાર કરી છે છતાં કોઈના પેટનું પાણી હાલ્યું નથી અને ચાલુ માહિને તો અઢી મહિના થવા છતાં અમુક વિસ્તાર માં હજુ લાઈટ બીલો આવ્યાજ નથી માટે હવે અમારું આખું મંડળ આ બાબતે લેખિત રજુઆત કરવા સોમવારે જવાના છે અને જો તો પણ કોઈ સુધારો નહિ થાય તો અંતે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા પણ અમે પછી પાની નહિ કરીયે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






