સલમાન ખાનની શેરખાન ફિલ્મ આખરે રોકી દેવાઇ

0
22

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
સોહિલ ખાનની આગામી ફિલ્મ શેર ખાનને હવે રોકી દેવામાં આવી છે. ફિલ્મમાં સલમાન ખાન કામ કરનાર હતો. જા કે તેની પાસે બિલકુલ સમય ન હોવાના કારણે આખરે વ્યાપક વિચારણા કર્યા બાદ ફિલ્મ નિર્માણને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના સંબંધમાં લાંબા સમયથી અફવા અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો.ફિલ્મને લઇને જુદા જુદા હેવાલ આવી રહ્યા હતા. પહેલા એવા અહેવાલ આવી રહ્યા હતા કે સલમાન ખાન જ આ ફિલ્મમાં લીડ રોલ કરનાર છે. પરંતુ મોડેથી એવી વાત કરવામાં આવી હતી કે સલમાનની જગ્યાએ વરૂણ ધવન લીડ રોલ કરશે. સલમાન ખાન પાસે હાલમાં બિલકુલ સમય નથી. આવી Âસ્થતીમાં પોતાની અટવાઇ પડેલી ફિલ્મને આગળ નહીં વધારવાનો સંકેત હવે આપવામાં આવ્યો છે. એવા સંકેત પણ મળી રહ્યા છે કે સલમાનની જગ્યાએ આ ફિલ્મમાં વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફ કામ કરી શકે છે. સોહિલે કહ્યુ છે કે કાસ્ટ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સલમાન ભાઇએ હજુ ફિલ્મ સાઇન કરી નથી. એક વખત તમામ પાત્ર તૈયાર કરી લેવામાં આવે ત્યારબાદ કલાકારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સોહિલે કહ્યુ છે કે જા પાત્ર દમદાર રહેશે અને ગંભીર રહેશે તો સલમાન ખાન જ મુખ્ય ભૂમિકા અદા કરશે. પરંતુ જા તે ઓછી વયના યુવાન તરીકે રહેશે તો નવા કલાકારો જેમ કે વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફનો સંપર્ક કરવામાં આવી શકે છે. જા કે હજુ સુધી પટકથાને આખરી ઓપ આપવામાં આવ્યો નથી. નિર્માતા નિર્દેશક સોહિલ ખાન આ ફિલ્મનુ નિર્દેશન કરવા જઇ રહ્યો છે. વરૂણ અને ટાઇગર શ્રોફ હાલમાં યુવા પેઢીમાં લોકોને પસંદ પડી રહ્યા છે. ખાસ કરીને વરૂણ ધવને લોકોમાં ચર્ચા જગાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY