ઇન્ડીયાસ મોસ્ટ વોન્ટેડમાં અર્જુન કપુર મુખ્ય રોલમાં

0
81

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઇન્ડીયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે કહ્યુ છે કે આ ફિલ્મના હિસ્સા તરીકે રહીને તે ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મની પટકથા દેશના લોકોને પ્રેરણા આપશે. અર્જુન કપુર ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર છે. અર્જુને સાથે એક ફિલ્મ પોસ્ટર પર જારી કરીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં કોઇ વિગત જાહર કરવામાં આવી નથી. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે એક પણ ગોળી ચલાવ્યા વગર મોસ્ટ વોન્ટેડ શખ્સને પકડી પાડવા માટેની આ પટકથા રહેશે. અર્જુન કપુરે બોલિવુડમાં હજુ સુધી વધારે ફિલ્મો કરી નથી પરંતુ જે પણ ફિલ્મો કરી છે તે ફિલ્મોને ચાહકો પસંદ કરી રહ્યા છે. અર્જુન કપુરે પોતાની કેરિયરની શરૂઆત ઇશ્કજાદે સાથે કરી હતી. જેમાં પરિણિતી ચોપડા મુખ્ય અભિનેત્રી તરીકે હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હત. ત્યારબાદ ગુન્ડે નામની ફિલ્મમાં પણ તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ નજરે પડ્યો હતો. અર્જુન કપુર પોતાની નવી ફિલ્મમાં ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે અંગે કોઇ વાત કરી રહ્યો નથી. આ એક એક્શન ફિલ્મ તરીકે રહેશે. અર્જુન કપુર મોટા ભાગે નવી અભિનેત્રીઓ સાથે કામ કરી રહ્યો છે. જા કે તે કરીના કપુર, આલિયા ભટ્ટ સાથે કામ કરી ચુક્યો છે. પરિણિતી સાથે તેની જાડીની મોટા ભાગે પ્રશંસા થઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY