રિલાયન્સની AGM: જીઓ-2 ફોન અને બ્રોડબેન્ડ સર્વિસનું લોન્ચિંગ

0
179
જાણો કેટલામાં મળશે Jio-2 ફોન અને તેમાં શું હશે ફીચર્સ

ફાઈબર સર્વિસના પગલે ભારતવાસીઓનું સ્માર્ટ હોમનું સ્વપ્ન થશે સાકાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મિટિંગમાં અપેક્ષા પ્રમાણે જ જીઓ સર્વિસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી દ્વારા કરાઈ છે. આ બેઠકમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી પર હાજર હતા. તેમણે પણ જીઓને લગતી જાણકારી શેર કરી હતી. આ જાહેરાત પ્રમાણે રિલાયન્સ હવે જીઓ 2 ફોન લોન્ચ કરવા જઈ રહ્યુ છે. જેમાં યુ ટ્યુબ, વોટસએપ, ફેસબૂક જેવા સ્માર્ટ ફીચર ઉપલબ્ધ હશે. તેની સાથે સાથે જીઓ એપ અને ફાઈબર બ્રોડબેંડ સર્વિસના લોન્ચિંગની પણ જાહેરાત કરાઈ છે. જાણો કઈ કઈ જાહેરાત કરાઈ છે તે… – જીઓ દ્વારા સૌથી સસ્તામાં બ્રોડ બેન્ડ કનેક્શન અપાશે. – જીઓ ગીગા ફાઈબર નામની સર્વિસની સાથે જીઓ ગીગા રાઉટર અન ગીગા ટીવી સેટટોપ બોક્સ અને ગીગા ટીવી કોલિંગ પણ શરુ કરાશે. – 15 ઓગષ્ટથી જીઓના ફોન પર ફેસબુક, વોટસએપ અને યુ ટ્યુબની સુવિધા ઉપલબ્ધ થશે. – જીઓ ટુ ફોનમાં આ સુવિધાઓ ઉપલબ્ધ હશે. 15 ઓગષ્ટથી ફોનનુ વેચારણ શરુ થશે. – મોનસૂન હંગામા ઓફરના ભાગરુપે 21 જુલાઈથી કસ્ટમર 501 રુપિયામાં જુનો જીઓ ફોન આપીને નવો જીઓ ફોન લઈ શકશે. – જીઓ સર્વિસે 22 મહિનામાં કસ્ટમર બેઝ વધારીને 2.5 કરોડ કરી લીધો છે. – જીઓની રેવન્યૂ 69000 કરોડને વટાવી ગઈ છે. – જીઓ ગીગા ફાઈબર નામની સર્વિસથી આખુ ઘર વાઈ ફાઈ કવરેજમાં હશે.ઘરના દરેક ઈક્વિપમેન્ટ, પ્લગ પોઈંટ અને સ્વિચ સ્માર્ટ બની જશે. આમ લોકો પોતાનું સ્માર્ટ હોમનું સ્વપ્ન સાકાર કરશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY