ભરૂચ:
ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરી થઈ ગયેલ હાઈવા ટ્રકને ટ્રકમાં લગાવેલ જી.પી.એસ સિસ્ટમના આધારે સ્થળ ની માહીતી મેળવી ચોરી થયેલ હાઈવા ટ્રક અને ચોરી કરનાર ઇસમને મધ્યપ્રદેશ થી એ ડિવિઝન પોલિસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી ધકેલી દીધો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ ૯મીના રોજ બાયપાસ રોડ પર આવેલ શકુંતલા એપાર્ટમેન્ટ પાસે રાત્રે ૮ વાગ્યાના અરસામાં હાઈવા ટ્રક નંબર જીજે-૧૬-ઝેડ-૯૬૮૫ પાર્ક કરીને મૂકી હતી તે કોઈ ઈસમો દ્રારા ચોરી કરી ગયેલ હતાં અને બીજા દિવસ તારીખ ૧૦ ના રોજ હાઈવા ટ્રક જગ્યા પર જોવા નહીં મળતા ફરિયાદી તેજસ મહેશ પટેલ,રહે,આરવ બાંગ્લોઝ, દહેજનાઓએ હાઈવા ટ્રક ચોરીની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી જે અંગે એ ડિવિઝન પોલીસ દ્રારા ચોરી અંગેની ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી હતી.

પોલીસ દ્રારા ચોરી થયેલ હાઈવા ટ્રકમાં ફરિયાદી દ્રારા જી.પી.એસ સિસ્ટમ નાખેલી હોઈ અને તે પણ ચાલું અવસ્થામાં હોઈ પોલીસ માટે આ કામ આસાન બન્યું હતું જેથી પોલીસે પ્રથમ જી.પી.એસ સિસ્ટમથી હાઈવા ટ્રકનું સ્થળ મેળવ્યું હતું અને તેનું સ્થળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનું મળી આવ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલી આપી
ચોરીમાં ગયેલ હાઈવા તથા તેને ચોરનાર આરોપીઓ પૈકી ઐયાઝ ઉર્ફે મુન્ના હસનખાન પઠાણ રહે, દબાલપુર ગામ, મંગેશ્વર રોડ, તાલુકો,જબલપુર,જિલ્લો ઇન્દોર(મધ્યપ્રદેશ)મળી આવ્યો હતો.જયારે અન્ય એક આરોપી ભૂરા પઠાણ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસ દ્રારા ચોરાયેલ હાઈવા સાથે ઐયાઝ પઠાણને ભરૂચ લાવી ચોરીના ગુનામાં અટકાયત કરી હતી.ભરૂચ પોલીસે તેની પાસેથી મળી આવેલ હાઈવા ટ્રક કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦નો કબ્જો લઈ લીધો હતો. ભરૂચ પોલીસે આ ગુન્હાના આરોપી ઐયાઝ ઉર્ફે મુન્ના હસનખાન પઠાણને જેલના સળિયા પાછળ ધકેલી બીજો અન્ય ફરાર આરોપી ભૂરા પઠાણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





