અંજારઃ અંજારના શનિદેવ મંદિર પાસે ગત રાત્રે વિવિધ ગુનાના રીઢા આરોપી 45 વર્ષિય ધર્મેન્દ્રસિંહ રાજપૂતની થયેલી કરપીણ હત્યાના બનાવમાં મરનારની પત્નીએ છથી સાત આરોપી વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે મૃતકની પત્ની રંજીતાસિંહે ભચાઉના અનવર રાજા, કારા અને શબ્બિર (રહે. કિડાણા, ગાંધીધામ) તેમજ અન્ય ત્રણથી ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈપીસી 302 સહિતની કલમો તળે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હુમલાનો બનાવ ગત રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. હત્યારાઓ બ્લેક કલરની સ્કોર્પિયો અને સ્વિફ્ટ ડિઝાયર કાર એમ બે અલગ અલગ કારમાં આવ્યા હતા. તેમણે ધર્મેન્દ્રસિંહ રાજપૂત પર ધારીયા અને તલવારના ઘાથી માથા અને ગળામાં ઈજાઓ કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ધર્મેન્દ્રસિંહને સારવાર માટે તત્કાળ આદિપુરની હરિઓમ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ, તેની હાલત નાજૂક હોઈ રાત્રે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલે ખસેડાયો હતો. તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત સાત તારીખે ધર્મેન્દ્રસિંહને એક જીવતા કારતૂસ અને દેશી પિસ્તોલ સાથે ઝડપ્યો હતો. તે જામીન પર છૂટે તેની ઘાત લગાવીને આરોપીઓ બેઠાં હતા. પોલીસે હત્યારાઓને ઝડપી હત્યાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યાં છે. ધર્મેન્દ્રસિંહ પર અગાઉ હત્યા, મારામારી, અપહરણ સહિતના અનેક ગુના નોંધાયેલાં હતા.
રિપોર્ટર: ગૌતમ બુચિયા
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"