પેટ્રોલ-ડિઝલની કિંમત વધુ નવી સપાટી ઉપર જશે: લોકો ચિંતિત

0
24

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે વધતી મોંઘવારીની વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પહેલાથી જ તેની સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે ત્યારે તેમાં વધુ વધારો થઈ શકે છે. આનું કારણ એ છે કે ક્રુડની કિંમતો સતત વધી રહી છે. આગામી વર્ષ સુધી ક્રુડની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બેંક ઓફ અમેરિકા કોર્પોરેશન ના કહેવા મુજબ વેનેઝુએલા અને ઇરાનમાં સપ્લાઇમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા ઉભી થઇ શકે છે. હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમત ૭૭ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઇ છે. બેંકનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૯ની બીજી ત્રિમાસિક અવધિ દરમિયાન સુધી આ આંકડો ૯૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આનુ કારણ વૈશ્વિક સ્તર પર ઉત્પાદનમાં કમીની Âસ્થતી છે. બેંકના કહેવા મુજબ ઓપેક દેશોની તરફથી ઉત્પાદનને મર્યાદિત કરવામાં આવી શકે છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકા તરફથી ઇરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધની અસર પણ દેખાઇ રહી છે. આ તમામ કારણોસર કિંમતોમાં વધારો થઇ શકે છે. બેંકના કહેવા મુજબ જા કિંમતોમાં ઉછાળો જારી રહેશે તો વર્ષ ૨૦૧૪ બાદ એટલે કે આશરે પાંચ વર્ષ બાદ ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થઇ શકે છે. ક્રુડ ઓઇલની કિંમતો ૧૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી શકે છે. ભારતમાં હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત પહેલાથી જ ત્રણ વર્ષની ઉંચી સપાટી પર છે. આના માટે કેટલાક કારણો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઇરાન પર ફરી એકવાર પ્રતિંધ મુકવામાં આવ્યા બાદ Âસ્થતી જટિલ બની ગઇ છે. ઇરાને પહેલાથી જ સપ્લાયની કમીના કારણે સંઘર્ષ કરી રહેલા ક્રુડ માર્કેટને ફટકો આપ્યો છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યુ છે કે આગામી ૧૮ મહિના પર નજર રાખવામાં આવનાર છે. પેટ્રોલ અને ડિઝલમાં વધતા જતા ભાવ વચ્ચે સામાન્ય લોકો પહેલાથી જ પરેશાન થયેલા છે ત્યારે ક્રુડની કિંમત સરકાર માટે પણ મુશ્કેલરૂપ બની શકે છે. વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે. આવા સમયમાં ભાવ વધારો સરકાર માટે પણ વધુ મુશ્કેલી સર્જી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY