ચીન સુધી પ્રહાર કરવા સક્ષમ ‘અગ્નિ-૫ મિસાઈલ’ કરાશે લોન્ચ
ન્યુ દિલ્હી,તા.૧૨
આજથી ૨૦ વર્ષ પહેલા ભારતે પોખરણમાં ઉપરાછાપરી ૫ ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતે પોતાની જાતે જ વિકસાવેલી પરમાણુ તાકાત દુનિયાભરની મહાશક્તિઓ માટે પણ અચંભિત કરનારી હતી. હવે બે દશકા બાદ ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડવા તૈયારી કરી છે. આ વખતે ભારત પોતાનું પહેલું ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાÂસ્ટક મિસાઇલ અગ્નિ-૫ લોન્ચ કરી રÌšં છે. જેને દેશના પરમાણુ શસ્ત્રોનો હવાલો સંભાળતા સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ(જીહ્લઝ્ર)ને સોંપવામાં આવશે.
સંરક્ષણ વિભાગના સૂત્રોનુસાર કે, ‘૫૦૦૦ કિમી રેન્જ ધરાવતી આ મિસાઇલની તમામ સિસ્ટમ અગ્નિ-૫ યૂનિટને સોંપી દેવામાં આવી છે. આ ઇંટરબેલાસ્ટિક મિસાઇલની ખાસીયત એ છે કે તેની પ્રહાર ક્ષમતામાં સમગ્ર ચીન અને તેની સાથે યૂરોપ અને આફ્રીકાનો પણ કેટલોક ભાગ આવી જાય છે.’
ડિફેન્સ વિભાગથી જાડાયેલ એક સૂત્રોનુસાર, ”અગ્નિ ૫નો બીજા ટ્રાયલ જલ્દી થશે અને તેના માટે પૂરી તૈયારી થઇ ગઇ છે. આ મિસાઇલની પહેલી ટ્રાયલ આ જ વર્ષે ૧૮ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૨થી અત્યાર સુધી ૪ ડેવલોપમેન્ટ ટ્રાયલ થઈ ચૂક્યા છે. જા પહેલા ટેસ્ટની જેમ આ ટેસ્ટમાં પણ અગ્નિ-૫ સફળ રહી તો આ મિસાઇલને સ્ટ્રેટેજિક બેઝ ખાતે શિફ્ટ કરવામાં આવશે.”
જીહ્લઝ્ર પાસે પહેલાથી જ ત્રણ સ્તરીય કેટલાય શÂક્તશાળી અને ખતરનાક મિસાઇલ યૂનિટ છે. જેમાં પૃથ્વી ૨ ૩૫૦ દ્ભસ્), અગ્ની-૧(૭૦૦ દ્ભસ્), અગ્ની-૩(૩૦૦૦ ાદ્બ) જેવી મિસાઇલ સામેલ છે. આ સાથે જ વાયુસેનાના સુખોઇ-૩૦ સ્દ્ભૈં અને મિરાજ ૨૦૦૦ પણ ન્યૂકિલયર બ્રોમ્બ પ્રહાર માટે સક્ષમ છે. આ સાથે જ ન્યૂકિલયર પાવરના ત્રીજા સ્તર ન્યૂકિલયર બેલાસ્ટિક મિસાઇલ સબમરીન પણ શામેલ કરવામાં આવી રહી છે.
ભારતની મુખ્ય ચિંતા હાલ ન્યુક્લિયર સબમરીન ક્ષેત્રે સંપૂર્ણ તાકતવર બનવાની છે. સબમરીનને ન્યુક્લિયર સ્ટ્રાઇક માટે સૌથી બેસ્ટ અને શક્તિશાળી પ્લેટફોર્મ ગણવામાં આવે છે. ભારત જેવા દેશ જેમની ન્યુક્લિયર પોલીસી ફર્સ્ટ યુઝ નથી તેમના માટે આ એક ખૂબ મહત્વનું પાસુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






