ઢાકા,તા.૧૨
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના હવાઇ વિસ્તારમાં હાલમાં એક મોટી દૂર્ઘટના ટળી ગઇ. આ દૂર્ઘટના ૨ મેના રોજ જ્યારે ઇન્ડિગો અને એર ડેક્કન વિમાન હવામાં ટક્કરાતા બચી ગયા. બંને વિમાનોના પાઇલટોને સ્વચાલિત ચેતવણી પ્રણાલી (ટીસીએસ) દ્વારા વિમાનો સામ-સામે હોવાની સૂચના મળી હતી.
બંને વિમાન ખતરનાક રીતે એક-બીજાની નજીક આવી ગયાહતા. ઇન્ડિગોએ આ ઘટનાની પૂષ્ટી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના હવાઇક્ષેત્રમાં ઇન્ડિગોનું કોલકાતાથી અગરતલા જઇ રહેલું ૬ઇ-૮૯૨ અને એર ડક્કનનું અગરતલાથી કોલકાતા જઇ રહેલું ડીએન-૬૦૨ એકબીજાથી નજીક આવી ગયા.
ઇન્ડિગોનું એરબસ વિમાન અને ડક્કનનું બીચકત્રસફટ વિમાન એકબીજાથી લગભગ ૭૦૦ મીટરના અંતરે પહોંચી ગયા હતા. ડેક્કનનું વિમાન નીચેની તરફ આવતા ૯,૦૦૦ ફૂટની ઉંચાઇ પર હતુ જ્યારે ઇન્ડિગોનું વિમાન ઉડાન ભરી રÌšં હતુ ત્યારે ૮,૩૦૦ ફુટની ઉંચાઇ પર હતું. બંને એકબીજાની તરફ આવી રહ્યા હતા.
વિમાનમાં લાગેલા ટીએસએએસને બંને પાઇલટોને ચેતવણી આપી અને વિમાનને સુરક્ષિત અંતર લઇ જવા જણાવ્યું. ટીસીએએસ વિમાનમાં લાગેલું એક ઉપકરણ હોય છે. જેમાં વિમાનની નજીકના એર ટ્રાફિકની જાણકારી આપવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






