નર્મદા જિલ્લા સહિત રાજ્યના ૬ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના સ્થળે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યો સીધો સંવાદ.

0
221

રાજપીપલા:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી રાજ્યના ૬ જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાનના કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો અને ગ્રામીણ ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગીતાના પ્રતિભાવોનો પ્રતિસાદ આપતા આ નેમ વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે સવારે રાજકોટ,સાબરકાંઠા, જુનાગઢ,તાપી, દાહોદ અને નર્મદા જિલ્લાના જે તે નિયત ગામોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.નર્મદા જિલ્લાના ભદામ ખાતે યોજાયેલા આ સંવાદ દરમિયાન જિલ્લા કલેક્ટરઆર.એસ.નિનામાએ જળસંચય અભિયાન હેઠળ જિલ્લામાં ૩૮૬ જેટલા કામોના કરાયેલા આયોજન હેઠળની અને મનરેગા યોજના હેઠળની કામગીરી સહિત આંકડાકીય વિગતોોની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની મોસમ શરૂ થાય તે પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા,ચેકડેમ,નદીમાંથી કાંપ કાઢવા સહિતની જળ સંચયની કામગીરી જરૂર જણાયે વધુ મશીનરી અને મેનપાવર જોડીને પૂર્ણ કરવા તંત્રવાહકો અને સહયોગી સંસ્થાઓને સૂચન કર્યું હતું.


આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ,જિલ્લાના અગ્રણી ઘનશ્યામ દેસાઇ,ગજેન્દ્રસિંહ જાડેજા,નિવાસી અધિક કલેક્ટર ડી.કે.બારીયા,નાયબ વન સંરક્ષક કે.શશીકુમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.આર.ધાકરે,પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા,કરજણ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેર મોતાવર,ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર અનિલ ગર્ગ,ભદામ ગામના સરપંચ શૈલેષ વસાવા,ઉપસરપંચ નિલમ પટેલ,ભદામના ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામના સરપંચો-ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.ભદામ ગામના અન્ય રહીશ નિખીલ પટેલે જણાવ્યું હતું કે આજના વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો તે બાબત જ મુખ્યમંત્રી-ગ્રામિણ પ્રશ્નો અંગે વધુ ચિંતિત હોવાની પ્રતીતિ કરાવે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY