અમદાવાદ,તા.૨
વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે અમદાવાદમાં પાથરણાવાળાઓએ એલિસબ્રિજથી એએમસીની કચેરી સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જાડાયા હતા. રેલી બાદ પાથરણાવાળાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન આપ્યું હતું. જેમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. કમિશ્નરે પાથરણાવાળાઓની રજુઆતને ધ્યાનમાં લઈને તેમને મુખ્ય રસ્તાઓ પર ધંધો ન કરવાનું સૂચન કર્યું હતું. આવેદન બાદ પાથરણાવાળાઓનું આંદોલન સમેટાયું હતું.
જેને લઇને કોર્પોરેશન પર પોલિસ બંદોબસ્ત વધારીને કોર્પોરેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આપને જણાવીએ કે અમદાવાદ શહેરમાં હાઈકોર્ટના ચૂકાદા બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટ્રીક એક્શન મોડમાં છે. આડેધડ પા‹કગ અને ગેરકાયદે ચાલતાં લારીગલ્લાને જપ્ત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે છેલ્લાં અઠવાડિયામાં કોર્પોરેશને આ મામલે તવાઇ બોલાવતાં લારીગલ્લાં-પાથરણાંવાળામાં રોષ ફેલાયો છે.
આ મુદ્દે સમગ્ર અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લારીગલ્લા અને પાથરણાંવાળા સાથે મળી સૂત્રોચ્ચાર કરી ટાઉનહોલ થી મ્યુનિસિપલ કચેરી દાણાપીઠ સુધી રેલી યોજી અને મ્યૂનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં વાવના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવી પહોંચ્યાં હતાં.જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબો પર દમન કરી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ લારી ગલ્લાવાળા પાસેથી હપ્તા લેતાં હોય છે અને હવે તેમના પર બુલડોઝર ફેરવે છે. વધુમાં મેવાણીએ કહ્યું કે તે આ ગરીબોની સાથે છે અને સરકાર સામેની લડતમાં તેમને સહકાર આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



