સમસ્ત રાણા સમાજ દ્રારા માતૃ દિવસની ઉજવણી કરાઈ.

0
30

ભરૂચ સમસ્ત સમાજ દ્રારા માતૃ દિવસની ઉજવણી ભક્તેશશ્વર મહાદેવ ભવન ખાતે કરવામાં આવી હતી.

ભરૂચ સમસ્ત રાણા સમાજ દ્રારા ભરૂચના સિદ્ધનાથ નગર પાસે આવેલ ભકતેશ્વર મહાદેવ ભવન ખાતે સમસ્ત રાણા સમાજના ૩૫ યુવક-યુવતીઓએ પોતાના માતા પિતા સાથે ઉપસ્થિત થઈને પ્રથમ યુવક યુવતીઓ દ્રારા માતા પિતા ની પ્રાર્થના કરી માતા પિતાની આરતી ઉતારી પૂજન અર્ચના કરી
માતૃ દીવસની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસ આજના દિવસે યુવક યુવતીઓ માતા પિતાનું મહત્વ સમજે તે હેતુસર માતૃ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમસ્ત રાણા સમાજના પ્રમુખ સનત રાણા,નરેશ રાણા,મહિલા પ્રમુખ જયશ્રી રાણા,દક્ષા રાણા,સહિત મોટી સંખ્યામાં રાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY