(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જારદાર મેચ રમાનાર છે. આ મેચ તેમના માટે નિર્ણાયક રહી શકે છે. પોઇન્ટ ટેબલમાં સનરાઈઝ હૈદરાબાદ સૌથી આગળ છે અને તેના ૧૮ પોઇન્ટ છે. આ ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પ્રવેસી ચુકી છે. છેલ્લી મેચમાં રાજસ્થાને મુંબઇ પર સાત વિકેટ જીત મેળવી હતી. બટલર જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી રાજસ્થાનને તે એકલા હાથ જીત અપાવી રહ્યો છે. છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડીયન્સે છ વિકેટે ૧૬૮ રન કર્યા હતા.રાજસ્થાને આ રન ત્રણ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. જ્યારે અન્ય એક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝ હૈદરાબાદ પર આઠ વિકેટે જીત મેળવી હતી. પોઇન્ટ ટેબલમાં સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ પ્રથમ બે સ્થાન પર રહી છે. ગઇકાલે આઇપીએલની બે મેચો બાદ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
સનરાઈઝ હૈદરાબાદ ૧૨ ૯ ૩ ૧૮ ૦.૪૦૦
ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૨ ૮ ૪ ૧૬ ૦.૩૮૩
કિંગ્સ ઇલેવન પંજાબ ૧૧ ૬ ૫ ૧૨ -૦.૦૫૬
કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૨ ૬ ૬ ૧૨ -૦.૧૮૯
રાજસ્થાન રોયલ્સ ૧૨ ૬ ૬ ૧૨ -૦.૩૪૭
મુંબઇ ઇન્ડીયન ૧૨ ૫ ૭ ૧૦ ૦.૪૦૫
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૧ ૪ ૭ ૮ -૦.૨૬૧
દિલ્હી ડેરડેવિલ્સ ૧૨ ૩ ૯ ૬ -૦.૪૭૮
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





