મુંબઈ,તા.૧૪
ઉનાળાની ધખધખતી ગરમીથી કંટાળી ગયેલા મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈગરા જેની આતુરતાથી રાહ જાતા હોય છે તે ચોમાસું આ વર્ષે મુંબઈમાં સમયસર આવી પહોંચવાનું છે. કારણકે આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું છે અને ત્યારબાદ દસેક દિવસમાં જ તે મુંબઈમાં દાખલ થઈ જશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
મહારાષ્ટ સહિત ઉત્તર ભારતમાં ગરમીએ કાળોકેર વર્તાવ્યો છે ત્યારે મે મહિનાના અંતમાં પશ્રિ્ચમી હિંદ મહાસાગરમાં ચોમાસાના પવનોનો પ્રવાહ સક્રિય થાય એવો સંકેત હવામાન નિષ્ણાતોએ આપ્યો છે.
સ્કાયમેટ નામની ખાનગી સંસ્થાએ કેરળમાં ચોમાસાના આગમન વિશે શનિવારે અંદાજા જાહેર કર્યો હતો. તેમના અંદાજા મુજબ ૨૮ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન અપેક્ષિત હોઈ એકાદ-બે દિવસ આગળ પાછળ થઈ શકે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટટયૂટ ઓફ ટ્રાપિકલ મેટીઓરોલાજીએ પણ હવામાનનો અંદાજા વ્યકત કર્યો છે. જેમાં મે મહિનાના અંતમાં વિષ્šવવૃત ઓળંગીને આવનારા નૈર્ઋત્ય મોસમી પવનોનો પ્રવાહ અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહ્યાં હોવાનું દેખાઈ રÌšં છે. આ અંદાજા મુજબ બંગાળના ઉપસાગરમાં ૨૪-૨૫ મે દરમિયાન ચોમાસાનો પ્રવાહ સક્રિય થવાની શકયતા હોઈ તે દરમિયાન આંદામાનમાં ચોમાસાનું આગમન થશે.
ચોમાસાના કેરળમાં આગમન બાબતે ભારતીય હવામાન ખાતાના ક્લાયમેટ રિસર્ચ ઍન્ડ સર્વિસેસના પ્રમુખ ડો.એ.કે.સહાયના કહેવા મુજબ અરબી સમુદ્રમાં હાલ હવાના ભારે દબાણનો પટ્ટો (ઍન્ટી સાયક્લોન) સક્રિય હોઈ ૨૩-૨૪ની દરમિયાન તે વિસ્તારમાં તેનો પ્રભાવ ઓસરી જશે. તેના થોડા દિવસ બાદ નૈર્ઋત્યના મોસમી પવનોનો પ્રવાહ અરબી સમુદ્રમાં સક્રિય થઈને ચોમાસાનું કેરળમાં આગમન થશે. ભારતીય હવામાન ખાતા દ્વારા ચોમાસાના કેરળમાં આગમન બાબતની આાગાહી ૧૫ મેના રોજ જાહેર કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





