બોલો…ઈ-રિક્ષાના ટાયરો પર ૨૮ ટકા જીએસટી લાગશે

0
12

ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર
ન્યુ દિલ્હી,તા.૧૪
ઓથોરિટી ફોર એડ્‌વાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર ઇ-રિક્ષાનાં ટાયરો પર ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત ટેક્સ ઊંચા ૨૮ ટકાના દરે લાગુ થશે.ઓથોરિટી મહારાષ્ટ બેન્ચે ટાયર બનાવતી કંપની સિયેટ લિમિટેડની એક અરજી પર આ આદેશ આપવામાં આવ્યો છે.
ઓથોરિટીએ આદેશ આપતાં જણાવ્યું છે કે ઇ-રિક્ષામાં પેડલ હોતાં નથી, જ્યારે ઇલેક્ટ્રિક મોટર લાગેલ ત્રણ પૈડાંવાળી સાઇકલ રિક્ષાની શ્રેણીમાં સામેલ થવા માટે પેડલ હોવાં જરૂરી છે. ઓથોરિટીએ વધુમાં કહ્યુ કે ઇ-રિક્ષા મોટર વાહન અધિનિયમ અંતર્ગત મોટર વાહન છે અને આને કારણે જ સ્થાનિક પરિવહન સત્તાવાળાઓ દ્વારા વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.
ઇ-રિક્ષા અને ઇલેક્ટ્રિક મોટર લગાડેલી ત્રણ પૈડાંવાળી સાઇકલ રિક્ષા એ બંને એક જ નથી. બંને અલગ અલગ છે તેવી સ્પષ્ટતા ઓથોરિટીએ કરી હતી, જેના પગલે ઇ-રિક્ષા પર જીએસટીનો સર્વોચ્ચ ૨૮ ટકા દર લાગુ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY