શિવસેનાએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની તરફદારી કરી

0
54

બેંગલુરુ,તા.૧૬
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે કર્ણાટકમાં સરકાર બનવવા માટે કોંગ્રેસ અને જેડીએસને મોકો નહીં મળે. તો વિપક્ષી દળો સંસદને બાધિત કરે તેવી શક્યતા છે. જો કે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે નૌતિકતાની દ્રષ્ટિએ ભાજપને સરકાર બનાવવાનો પહેલો મોકો મળવો જોઈએ.
રાઉતે કહ્યુ છે કે તેમનું માનવું છે કે કોંગ્રેસ અને જેડીએસ પોતાની પાસે ૧૧૬ ધારાસભ્યોનું સમર્થન હોવાનું સાબિત કર છે અને તેમ છતાં રાજ્યપાલ તેમને સરકાર બનાવવાનો મોકો આપશે નહીં. તો તેની અસર સંસદમાં જાવા મળે તેવી શક્યતા છે અને ઘણાં દિવસો સુધી સંસદની કાર્યવાહી બાધિત થવાની શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY