પેન્શન મેળવવા માટે આધાર કાર્ડની જરૂર નહીં : કેન્દ્ર સરકાર

0
362

ન્યુ દિલ્હી,
કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધાર કાર્ડની જરૂર નથી એવી ચોખવટ કેન્દ્ર સરકારે કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘે આ વાત કરતા કહ્યું કે, નિવૃત કર્મચારીઓને ચિંતા કરવાની જરૂર નથી. આધાર કાર્ડ પેન્શન માટે જરુરી નથી. કેન્દ્રીય મંત્રીની આ વાત ઘણું મહત્વ ધરાવે છે. કેમ કે, દેશભરમાંથી ઘણા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંગ ન કરવાને કારણે નિવૃત કર્મચારીઓના પેન્શન અટકાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘે કહ્યું કે, પેન્શન માટે બેંક અકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત નથી. ભારત સરકાર દ્વારા ૧૨ આંકડાનું ઓળખકાર્ડ ભારત દેશના નાગરિક માટે ઓળખ અને રહેઠાણનો પુરાવો બન્યો છે. કેન્દ્ર સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ છે અને ૬૧.૧૭ લાખ પેન્શન મેળવનારા નિવૃત કર્મચારીઓ છે.
જિતેન્દ્ર સિંઘે કહ્યું કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓના વેલ્ફેર માટે ઘણા પ્રયાસો હાથ ધર્યા છે. જેમ કે, ઓછામાં ઓછુ પેન્શન ૯૦૦૦ કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુટીની સીમા ૨૦ લાખ સુંધી કરવામાં આવી છે. બાંધેલું મેડિકલ એલાઉન્સ વધારીને મહિના દીઠ ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.” કેન્દ્ર સરકાર દ્વારા તમામ સેવામાં આધાર ફરજિયાત કરવાના મામલે સુપ્રિમ કોર્ટમાં વિવિધ પિટીશન્સની સુનાવણી ચાલી રહી છે અને આધાર કાર્ડ મુદ્દે ખુબ ચર્ચાઓ ચાલી છે. આવા સમયે કેન્દ્ર સરકારની ચોખવટ કર્મચારીઓને રાહત આપશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY