વાશિંગ્ટન,
અમેરિકાની સેનેટમાં ભારતીય મૂળના કાંગ્રેસના મહિલા સભ્ય પ્રમીલા જયપાલના નેતૃત્વવાળા ૧૩૦ ધારાસભ્યોના દ્વિ-પક્ષી જૂથ દ્વારા ટ્રમ્પ વહીવટી તંત્રને એચ-વનબી વિઝાધારકોના પતિ/ પત્નીને વર્ક પરમિટ આપવાની વિનંતિ કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઓબામાના સમયની એચ-વન બી વિઝા ધારકના પતિ/પત્નીને અમેરિકામાં કામ કરવા દેવાની પરવાનગી આપવાનું બંધ કરવાની યોજના ઘડાઈ રહી છે. આ પગલાંની વર્ક પરમિટ ધરાવતા ૭૦,૦૦૦ એચ-૪ વિઝા ધારક પર અસર પડશે.
એચ-વન બી વિઝા ધરાવતા હાઈ સ્કિલ્ડ પ્રોફેશન્લસની સંખ્યા વધુ છે. તેમના પતિ/પત્ની એચ-૪ વિઝા ધરાવે છે. ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પગલું લેવાય તેના અઠવાડિયાઓ પહેલાં હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટજેન નેલ્સનને ધારાસભ્યોએ પત્ર મોકલ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે એચ-૪ વિઝાધારકોને કામ કરવાની તક આપવાથી અમેરિકાની ઈકોનોમી દૃઢ બની છે. મોટા ભાગની મહિલાઓ વર્ષોથી અમેરિકામાં રહે છે. ઘણાં કાયમી વસવાટ માટે મંજૂરી મેળવવાના માર્ગે છે. અને ચાર દાયકાનો એમ્પ્લોયમેન્ટ બેક લોગ ન હોત તો તેઓ કાયમી બની ગયા હોત. આ પત્રમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષના ૧૩૦ ધારાસભ્યોએ સહી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





