આજ રોજ ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી. સુવર્ણ જયંતિ મહોત્સવ દરમિયાન આગ લાગવાની ઘટનાં બની હતી. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના આગમન સમયે ફટાકડાં ફોડી આતશબાજી કરાતાં પ્રોગ્રામ સ્થળે બાજુની સાઈડ પર આગ લાગવાની ઘટના બની હતી.
ફટાકડાના તણખલા સૂકા વાસ અને ઘાસમાં પડતા આગ લાગતા પ્રથમ શાળાના કર્મચારીઓ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાર બાદ ઘટનાની જાણ ઝઘડીયા ફાયર ફાઇટરો ને કરાતા ઘટના સ્થળે દોડી આવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"