ત્રાસવાદીઓને ઘુસાડવા માટે પાક તરફથી સતત ગોળીબાર

0
10

શ્રીનગર, તા. ૧૮
ભારત સરકારે રમઝાનના મહિના દરમિયાન કોઇ ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાકિસ્તાને ગોળીબાર યથાવતરીતે જારી રાખ્યો છે. સતત ત્રીજા દિવસે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે. ગુરુવારના દિવસે બીએસએફના એક જવાન સહિત બે લોકો એ વખતે ઘાયલ થયા હતા જ્યારે પાકિસ્તાની રેન્જરોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લા અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબાર કર્યો હતો. કેટલાક નાગરિક વિસ્તારો અને ૧૫ સરહદી ચોકી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આવી જ રીતે ૧૫મી મેના દિવસે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરીને સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો હતો જેમાં બીએસએફના એક જવાનનું મોત થયું હતું. આતંકવાદીઓને ઘુસાડવાના હેતુસર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ૧૨મી મે બાદથી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઘુસણખોરીના ચાર પ્રયાસો નિષ્ફળ કરવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાન તરફથી એક પછી એક યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર થઇ રહ્યો છે. બીજી બાજુ શહીદ થયેલા સીતારામ ઉપાધ્યાયના પત્નિનું કહેવું છે કે, સરકારે રમઝાન યુદ્ધવિરામની જાહેરાત કરી છે ત્યારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી યુદ્ધવિરામ જાહેર કરવાનો કોઇ અર્થ દેખાતો નથી. ભારત સરકારે પણ યુદ્ધવિરામને પરત ખેંચીને કાર્યવાહી કરવી જોઇએ. રમઝાનમાં ઓપરેશન નહીં કરવા સુરક્ષા દળોને હાલમાં જ સૂચના અપાઈ છે. વળતરથી તેમના પતિ પરત ફરશે નહીં તેવી પ્રતિક્રિયા ઉપાધ્યાયના પત્નિએ આપી છે. બુધવારના દિવસે કેન્દ્ર સરકારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને રમઝાન દરમિયાન ત્રાસવાદીઓ સામે કોઇ ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY