સનરાઇઝ વિજય પથના માર્ગે પરત ફરવા તૈયાર : બધા સ્ટાર ખેલાડી ઉપર નજર રહશે
હૈદરાબાદ, તા. ૧૮
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની લીગ તબક્કાની મેચો હવે પૂર્ણ થવા આવી છે. આના ભાગરૂપે પોઇન્ટ ટેબલમાં હાલમાં પ્રથમ સ્થાને રહેલી સનરાઇઝ હૈદરાબાદની ટીમ આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સની સામે ટકરાશે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. એકબાજુ હૈદરાબાદની ટીમ તો પ્લે ઓફ દોરમાં પહોંચી ગઇ છે. પરંતુ કોલકત્તાને તેન સ્થિતી મજબુત કરવાની જરૂર દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં તેના માટે આ મેચ પડકારરૂપ રહેશે. હૈદરાબાદની છેલ્લી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ સામે ૧૪ રને હાર થઇ હતી. જો કે તે પ્રથમ સ્થાન પર અકબંધ છે. તે વિજય પથ પર પરત ફરવા માટે સજ્જ છે. તેના હાલમાં ૧૮ પોઇન્ટ છે. જ્યારે કોલકત્તા ૧૩ મેચોમાં ૧૪ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતીમાં તેના માટે આ મેચ કરો અથવા તો મરો સમાનની છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.દિલ્હી ડેરડેવિલ્સે હજુ સુધી ૧૨ મેચો રમી છે જે પૈકી નવમાં તેની હાર થઇ છે.મેચને લઇને હૈદરાબાદમાં તમામ તૈયારી કરી લેવાઇ છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ ઃ દિનેશ કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, શુભમન ગીલ, આરકે સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.
સનરાઈઝ હૈદરાબાદ ઃ કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જોર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ, સ્ટેઇનલેક,
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





