નફો વધારવામાં પતંજલિને નિષ્ફળતા મળી છે: રિપોર્ટ

0
296

નવી દિલ્હી,
પતંજલિ આયુર્વેદના બ્રાન્ડ એમ્બેસેડર યોગ ગુરુ રામદેવે કંપનીની બે હજાર કરોડની વાર્ષિક કમાણી માટેનું લક્ષ્ય રાખ્યું છે. ફાર્મસીની નાનકડી કંપનીથી શરૂઆત કરનાર પતંજલિ હવે એફએમસીજીના જાણીતા બ્રાન્ડને પણ પાછળ છોડી ચુકી છે. ૨૦૧૬-૧૭માં આનો રેવેન્યુ આંકડો ૧૦,૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયો છે. જ્યારે છ વર્ષ પહેલા આ આંકડો ૫૦૦ કરોડ રૂપિયાનો હતો પરંતુ હજુ પતંજલિને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારે મહેનત કરવી પડશે. રામદેવે એપ્રિલ મહિનામાં જ કહ્યું હતું કે તે ભારતમાં વિદેશી કંપનીઓના ૨૫-૫૦ ટકા બજાર પર કબજા જમાવવા માટે કામ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી ત્રણથી પાંચ વર્ષના ગાળામાં અમને ૨૦ થી ૨૫ હજાર કરોડના ટર્નઓવરની દિશામાં આગળ વધી રહ્યા છે. અમે બહુરાષ્ટ્રીય કંપનીઓને ખૂબ પાછળ છોડીને આગળ વધવા ઈચ્છુક છીએ. પતંજલિના મુખ્ય અધિકારી આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું છે કે કંપનીનો રેવેન્યુનો આંકડો છેલ્લા વર્ષની બરોબર રહ્યો છે. વર્ષ ૨૦૧૭ના માર્ચ મહિનામાં પતંજલિના રેવેન્યુનો આંકડો ૧૦૫૬૧ કરોડનો રહ્યો હતો. જે તેના અગાઉના વર્ષથી ૫૬૧ કરોડ વધારે છે. સો ટકા વૃદ્ધિથી સીધી રીતે શૂન્ય ઉપર આવી જવાની બાબત પતંજલિની મંદીને દર્શાવે છે પરંતુ આચાર્ય બાલકૃષ્ણના કહેવા મુજબ આ નોટબંધી અને જીસટી લાગુ કરવાના કારણે અસર થઈ છે. આચાર્ય બાલકૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કંપની હાલમાં રેવેન્યુ પર નહીં બલ્કે ઈન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઈન ઉપર ધ્યાન આપી રહી હતી. એક દશક પહેલા નાનકડી કંપનીથી શરૂ કરનાર પતંજલિ હવે એફએમસીજીની દુનિયામાં સૌથી આગળ પડતી કંપની બની ગઈ છે. મોટી મોટી કંપનીઓ માટે પતંજલિ કંપની મોટા પડકારરૂપે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY