ચાર માસ ની બાળકી સાથે રેલવે સ્ટેશને અટવાતી મહિલા નું પરિવાર સાથે 181 મહિલા હેલ્પલાઈને સુખદ મિલન કરાવ્યું
રાજપીપળા:
રાજપીપળા રેલવે સ્ટેશન પર છેલ્લા છ દિવસ થી ભૂખી તરસી પોતાની ચાર માસ ની બાળકી ને લઈને બેઠેલી એક મહિલા ને આસપાસ ના રહીશો એ જોતા કોઈકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ને ફોન કરતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિપીકાબેન તાત્કાલિક સ્થળે પોહચી આ બેનની પૂછતાછ કરતા જાણવા મળ્યું કે એ રાજપીપળા નાજ રહેવાસી છે પરંતુ વાત પર થી થોડા અસ્થિર મગજના લગતા એમનું જ્યોતિબેને જરૂરી કાઉન્સેલિંગ કરી એમના ઘરે પરિવાર પાસે પોહચાડી પરિવાર ના સભ્યો ને આ બેનનું યોગ્ય ધ્યાન રાખવા સૂચના આપતા પરિવારજનો એ વાત માની આખરે આ બેન અને એમની માસુમ દીકરી નું પરિવાર સાથે હેલ્પલાઇન ની ટીમે સુખદ મિલન કરાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






