ભુજ: ભુજના પાલારા જેલ પાસે અવાવરૂ જગ્યાએ થયેલા મર્ડર માટેના ગુનામાં વધુ એક આરોપીને ધરપકડ કરેલ છે.
તારીખ ૦૮/૦૫/૨૦૧૮ના રોજ બપોરના કલાક ૧૬:૦૦ થી કલાક ૨૪:૦૦ દરમિયાન કોઈપણ સમયે આરોપી મહંમદ અસ્લમે જયદીપ મનજીભાઈ ગરવા રહે.કોટાય તાલુકો ભુજ નાઓને મારમારી તથા તેના સગા ભાઈ સંમસુલ આરેફીન તથા તેની સાથે અન્ય ઈસમો સાથે મળીને મરણ જનાર જયદીપનો અપરણ કરીને મારામારી ઇજાઓ કરી મોત નિપજાવી કપડાં બદલાવી પુરાવાનો નાશ કરીને ગુનો કર્યો હોવાની ફરિયાદ મનજીભાઈ વાઘજીભાઇ ગરવા એ આપતાં ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૫૮/૧૮ ઈ.પી.કો કલમ ૩૦૨,૩૬૫,૩૬૪,૨૦૧,૩૪ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી એસસી-એસટી સેલ પશ્ચિમ કચ્છ ભૂજના સંભાળ શરૂ કરેલ છે.
આરોપી સમસુલ આરેફીન ઓસમાણ સમા રહે.ધારાનગર ભુજ નાઓને તારીખ ૯/૫/૨૦૨૮ના રોજ કલાકે ૨૩:૩૦ વાગે ધરપકડ કરી તારીખ ૧૫/૫/૨૦૧૮ના કલાક ૧૫ વાગ્યા સુધીના રિમાન્ડ મળવવામાં લેવામાં આવેલ છે.
પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમ્યાન તેને ગુન્હામાં વાહનો વાપરેલા હથિયાર,વાહન રીકવર કરવામાં આવેલા તેમજ ગુન્હો કરવામાં સામે આરોપીની નામાવલી ૧.રેહાન સમા ૨.મુજાહીદ હિંગોરજા ૩.સાહિલ મોહમ્મદ શરીફ ટાંક ૪. દાન હમદાસીદી બાદશાહ રહે ભુજના તથા અન્ય ઈસમો નાઓ ની પણ તપાસ કરવા પામેલા છે. પશ્ચિમ કચ્છ પોલીસ એલસીબી અને એસઓજી દ્વારા વધુ તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવીને રોજેરોજ કોમ્બિંગ તજવીજ હાથ ધરાઇ છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





