કર્ણાટકમાં નાયબ મુખ્યપ્રધાન પદે મુસ્લિમ નેતાની નિયુક્તિની મુસ્લિમ સંગઠનો દ્વારા માંગ

0
16

કોલકાત્તા,તા.૨૨
કર્ણાટકમાં નાયબ મુખ્યપ્રધાનના મામલે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પેચ ફસાયેલો છે. એક તરફ બે નાયબ મુખ્યપ્રધાનોની ફોર્મ્યુલાની ચર્ચા છે. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન પદે લિંગાયત, દલિત અને મુસ્લિમ ધારાસભ્યની નિયુક્તિ મામલે માંગણીઓ થવા લાગી છે.
કર્ણાટકના મુસ્લિમ સંગઠનો દ્વારા રાજ્યમાં મુસ્લિમને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગણી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં ૧૩ ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે. જેડીએસ દ્વારા પહેલા નાયબ મુખ્યપ્રધાન પદે મુસ્લિમ નેતાની નિયુક્તિની માગણી કરી હતી. જો કે આ સૂચનની સામે દલિત અને લિંગાયત નાયબ મુખ્યપ્રધાનની નિયુક્તિના સૂચન થયા છે. જોકે, જેડીએસ દ્વારા બે નાયબ મુખ્યપ્રધાનોની નિયુક્તિની ફોર્મ્યુલાને નામંજૂર કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ મામલે હજીપણ ચર્ચાઓ ચાલી રહી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY