દહેરાદૂન,તા.૨૨
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગત છેલ્લા પાંચ દિવસથી જંગલમાં આગ લાગી છે. જંગલમાં લાગેલી આ આગના કારણે જ્યાં લાખો રૂપિયાની વન સંપદામાં નુકસાન થઇ રહ્યુ છે, તો બીજી બાજુ વન્ય જીવ પણ આગની ચપેટમાં આવી ગયા છે. પ્રશાસને આગના કારણે વન વિભાગની સાથે રાજ્ય આપદા પ્રબંધન બળ (એસડીઆરએફ)ને પણ આગ ઓલવવાના કામમાં લગાવી દેવામાં આવ્યા છે. જો કે તેમ છતાં પણ આગ પર કાબુ હજુ સુધી મેળવી શકાયો નથી.
ઉત્તરાખંડના તમામ જંગલોમાં છેલ્લા પાંચ દિવસથી લાગેલી આગના કારણે લાખો રૂપિયાની વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ છે. ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, ટિહરી, હરિદ્વાર, નૈનીતાલ, ઉત્તરકાશી અને પૌડીના જંગલોમાં લાગેલી આગની સામે વન વિભાગ કંઇ પણ કરી શકયું નથી તેવુ જાવા મળી રહ્યુ છે.
એક મળતા અહેવાલ મુજબ ઉત્તરકાશીમાં છેલ્લા પાંચ દિવસથી જંગલમાં આગ લાગી છે. જેને લઇને રાજ્યની વન સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. આગના કારણે દુર્લભ વન્ય જીવોના પણ મોત નિપજ્યા છે. જીડ્ઢઇહ્લની ટીમો સતત પોખરી અને અનેરીના જંગલોમાં લાગેલી આગ બુઝાવવાના કામમાં લાગી છે.
જ્યારે ટિહરી અને બાદશાહીથૌલના જંગલ અને શ્રીનગરમાં ચૌરાસ ક્ષેત્રમાં ગુંઠાઈમાં જંગલમાં લાગેલી આગ બુઝાવવા માટે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ટિહરી અને શ્રીનગર સહિત કુમાઉં મંડળના અલ્મોડા જિલ્લાના દ્વારાહાટ ક્ષેત્રમાં પણ જંગલ આગની ચપેટમાં આવી ગયું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





