બેન્જો માસ્ટર સાદીકમીર અકસ્માતે વિકલાંગ થતા તેમને સહયોગી બનવા ગાયક કલાકારો દ્વારા લોક ડાયરાનુ આયોજન કર્યું
કેશોદમાં રહેતા બેન્જો માસ્ટર સાદીકભાઈ અલ્લારખાભાઈ પરમાર ઉર્ફે સાદીક મીર જેમના વારસામાં સંગીત કલા પડેલીછે એવા સાદીક મીરે આઠ વર્ષની ઉંમરથી બેન્જો વગાડવાની શરૂઆત કરી હતી ત્યાર બાદ જેમણે સતત બાવીસ વર્ષથી પ્રખ્યાત ઢોલક વાધકલાકાર જેમણે હાજી રમકડું તરીકે ઓળખીયે છીએ એવા હાજીભાઈ બેન્જોથી સંગીત કરેલ છે એવા બેન્જો માસ્ટર સાદીકભાઈ મીર જે નવ મહીના પહેલા વેરાવળ તાલુકાના ઉમરાળા ગામે લોક ડાયરામાં જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતે ઇજાગ્રસ્ત થતા પગે વિકલાંગ થવાથી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવાની આવક બંધ થઈ ગઈ
ગરીબ પરિવાર ધરાવતા સાદીકભાઈ મીરના પરિવારમાં પોતે પતિ પત્ની ત્રણ દિકરીઓ મા બાપ તથા દાદીમાં સહિત આઠ લોકોનો પરિવારછે સાદિકભાઈ મીર બેન્જો વગાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પણ અકસ્માતે પગે વિકલાંગ થતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અસહ્ય બન્યુ
જેમના સાથે બાવીસ વર્ષથી બેન્જોથી સંગત કરાવવામાં સાથ આપ્યો એવા હાજીભાઈ રમકડુંએ સાદીકભાઈ મીર પ્રત્યે સદભાવના દર્શાવવા અને તેમને સહયોગી બનવા માટે અન્ય ગાયક કલાકારોને જાણ કરતા ગાયક કલાકારોએ પણ સહયોગી બનવા તૈયારી બતાવી અને આઝાદ કલબ કેશોદની આગેવાનીમાં તેમજ અન્ય દાતાઓ તથા સમસ્ત પ્રાંસલી ગામ દ્વારા આગામી 26.5.2018 શનિવારે રાત્રીના સ્વ. લખમણભાઈ વિરાભાઈ ડાંગર માજી તાલુકા પંચાયત પ્રમુખની વાડીએ સીમ શાળાની બાજુમાં લોક ડાયરાનુ આયોજન કરવામા આવનાર છે આ લોક ડાયરામાં પધમશ્રી ભીખુદાનભાઈ ગઢવી શ્રીઅભેસીંગ રાઠોડ શ્રીલલિતાબેન ઘોડાદ્રા શ્રીસુરેશભાઈ રાવળ શ્રીરાજાભાઈ ગઢવી શ્રી હાજીભાઈ રમકડું ગ્રૂપ ના સથવારે લોક ડાયરો યોજી લોક ડાયરામાં થતી આવક બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને આપી આર્થિક સહયોગી બનશે
જે લોક ડાયરાના આયોજનની આમંત્રણ પત્રિકા આપવા આજુબાજુના તમામ વિસ્તારોમાં હાજીભાઈ રમકડું પોતે લોક ડાયરાનુ આમંત્રણ આપવા જઈ રહયાછે એક સાથી કલાકાર પ્રત્યેની આવી લાગણી જોઈ તમામ લોકો હાજીભાઈ રમકડુંને બિરદાવી રહયાછે
લોક ડાયરાના આયોજક આઝાદ કલબ કેશોદના પ્રમુખશ્રી હરસુખભાઇ સિદધપરા સેક્રેટરીશ્રી હર્ષદભાઈ લશ્કરી મેનેજીંગ ટ્રસ્ટી શ્રીડો. નરેશભાઈ કાનાબાર તથા વિશેષ સહયોગી શ્રીવનરાજસિંહ રાયજાદા દરબાર સમાજ અગ્રણી તથા ડો. રાજેશભાઈ સાંગાણી જી. પં. સદસ્ય શ્રી પ્રવિણભાઈ બોરીચા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગોવિંદભાઈ બારીયા ઢોલ વાદક હાજીભાઈ રમકડું મંત્રીશ્રી જી. લઘુમતી ભાજપ મોરચો અલીભાઈ ટી. સાંઘ તેમજ પ્રાંસલી ગામ સમસ્તના સહયોગથી લોક ડાયરાના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
લોક ડાયરાને સફળ બનાવવા રાજકીય આગેવાનો હોદેદારો આમંત્રિત મહેમાનો તેમજ જુનાગઢથી શેરનાથબાપુ અમદાવાદથી ધનસુખનાથબાપુ સહીતના સંતો તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતા લોક ડાયરાનો લાભ લેવા અને બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને સહયોગી બનવા પધારશે
હાજીભાઈ રમકડું જેનાથી કોઈ અજાણ નહી હોય પણ આપને જણાવીએ તો ગૌશાળાના લાભાર્થે જેમણે પાંત્રીસ હજારથી પણ વધુ લોક ડાયરામાં ઢોલક વાધકલાકાર તરીકે કાર્યક્રમો કર્યા છે હાલમાં ચીમોતેર વર્ષની ઉંમરે લોક ડાયરાઓમાં જનમેદની વચ્ચે જઈને ઢોલ વગાડીને તેમાં થતો ફંડ એકત્રીત કરી અમદાવાદમાં આવેલ ઘી કાંટા રામદેવપીર મંદિરે ત્રીસ વર્ષથી ફંડ આપેછે તેમજ છેલ્લા ત્રીસ વર્ષથી ફ્રી સમયે જુનાગઢની સરકારી હોસ્પિટલમાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર દર્દીઓની સેવા કરવામાં વધુ પડતી હાજરી આપેછે
રિપોર્ટ : જૂનાગઢ
મનીષ ડાકી 70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





