૨૦૧૯માં ભાજપ ૫૧ ટકા બહુમતીથી જીતશે : રામ માધવ

0
13

ન્યુ દિલ્હી,તા.૨૭
વિપક્ષી દળોના એકજૂટ થવાને કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપને આકરી ટક્કર મળશે તેવી ટીડીપી અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ટીપ્પણી કરી છે. આ ટીપ્પણીનો જવાબ આપતા ભાજપના મહાસચિવ રામ માધવે કÌš છે કે તેમની પાર્ટી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૫૧ ટકા બહુમતી સાથે સત્તામાં આવશે. રામ માધવે કહ્યુ છે કે વિપક્ષના ગઠબંધનની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પર કોઈ અસર થશે નહીં. રામ માધવે વિપક્ષી દળોના ગઠબંધનને ભ્રષ્ટ પાર્ટીઓનું ગઠબંધન ગણાવીને કહ્યુ છે કે લોકો આવી પાર્ટીઓના ગઠબંધનને સ્વીકારશે નહીં.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY