યૂપીમાં ધમકીઓનો સિલસિલો,હવે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહને દિકરાને ધમકી મળી

0
28

લખનઉ,તા.૨૭
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના દીકરા અને નોઇડાથી ભાજપ ધારાસભ્ય પંકજ સિંહને વિદેશ વાટસએપ નંબર પરથી ધમકી અપાઇ છે. મળતી માહિતી પ્રમાણે પંકજ સિંહની પાસે ૧૦ લાખ રૂપિયા આપવાનો મેસેજ આવ્યો હતો.
પંકજ સિંહે આ અંગે કહ્યુ હતું કે જે રીતે મેસેજ અન્ય ધારાસભ્યોને આવ્યો હતો તેવો મેસેજ મને પણ મળ્યો. આ આખી ઘટનાની માહિતી મેં અમારા વિધાનસભા ક્ષેત્રના ડીએમને આપી દીધી છે. માહિતીનું માનીએ તો પંકજ સિંહને ૨૨મી મેના રોજ વાટસએપ દ્વારા ધમકી મળી હતી.
આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભાજપના કેટલાંય ધારાસભ્યોને વાટ્‌સએપ દ્વારા આ પ્રકારની ધમકી મળ્યાની વાત સામે આવી ચૂકી છે. ધમકી આપનાર તમામ ધારાસભ્યોને એક જેવો જ મેસેજ વાટસએપ કર્યો છે. આ તર્જ પર ધમકી પણ આપી છે. તમામને +૧(૯૦૩) ૩૨૯૪૨૪૦ આ નંબર પરથી મેસેજ આવ્યો છે અને વિડિયો કોલિંગ કરી ધમકી પણ આપી છે. પોલીસ આ નંબરના આધાર પર આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધમકી મળ્યા બાદ ધારાસભ્યોએ ફરિયાદ નોંધાવી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY