બેન્કિંગ સેક્ટરમાં મોટી સંખ્યામાં થતાં ગોટાળાના કારણે
ન્યુ દિલ્હી,તા.૨૮
દેશના બેન્કિંગ સેકટરમાં મોટી સંખ્યામાં ગોટાળાના કારણે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ સરકારી ક્ષેત્રની ૨૧ બેન્કો માટે કપરો સમય રહ્યો. ઇ્ૈં હેઠળ પ્રાપ્ત જાણકારીથી ખુલાસો થયો છે કે ગત વર્ષે બેન્કિંગમાં છેતરપિંડીના અલગ-અલગ કેસોના કારણે બેન્કોને કુલ મળીને લગભગ ૨૫,૭૭૫ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. મધ્યપ્રદેશના નીમચના રહેવાસી ચંદ્રશેખર ગૌડે તેમની આરટીઆઇ અરજી પર આરબીઆના એક અધિકારીએ તેમને આ જાણકારી આપી.
આરટીઆઇ હેઠળ ગૌડને ૧૫મેના રોજ મોકલેલા જવાબથી ખબર પડે છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં છેતરપિંડીથી અલગ-અલગ કેસોમાં પંજાબ નેશનલ બેન્કને (ઁદ્ગમ્) સૌથી વધુ ૬૪૬૧.૧૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આરટીઆઈ અનુસાર, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇને છેતરપિંડીના કારણે ૨૩૯૦.૭૫ કરોડનો ચૂનો લાગ્યો. આ જ રીતે, ઉપરોક્સ સમયગાળામાં બેન્ક ઓફ ઇન્ડિયાને ૨૨૨૪.૮૬ કરોડ રૂપિયા,બેન્ક ઓફ બરોડાને ૧૯૨૮.૨૫ કરોડ રૂપિયા, અલાહાબાદ બેન્કને ૧૫૨૦.૩૭ કરોડ રૂપિયા, આંધ્રા બેન્કને ૧૩૦૩.૩૦ કરોડ રૂપિયા, યૂકો બેન્કને ૧૨૨૪.૬૪ કરોડ રૂપિયા, આઇડીબાઆઇ બેન્કને ૧૧૧૬.૫૩ કરોડ રૂપિયા, યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને ૧૦૯૫.૮૪ કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને ૧૦૮૪.૫૦ કરોડ રૂપિયા, બેન્ક ઓફ મહારાષ્ટને ૧૦૨૯.૨૩ કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કને ૧૦૧૫.૭૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
આરટીઆઇથી પ્રાપ્ત જાણકારી અનુસાર,નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બેન્કિંગ ગોટાળાથી કોર્પોરેશન બેન્કને ૯૭૦.૮૯ કરોડ રૂપિયા, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાને ૮૮૦.૫૩ કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સને ૬૫૦.૨૮ કરોડ રૂપિયા, સિન્ડિકેટ બેન્કને ૪૫૫.૦૫ કરોડ રૂપિયા, કેનેરા બેન્કને ૧૯૦.૭૭ કરોડ રૂપિયા, પંજાબ એન્ડ સિંધ બેન્કને ૯૦.૦૧ કરોડ રૂપિયા, દેના બેન્કને ૮૯.૨૫ કરોડ રૂપિયા, વિજયા બેન્કને ૨૮.૫૮ કરોડ રૂપિયા અને ઇન્ડિયન બેન્કને ૨૪.૨૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





