દમણમાંથી પલાયન થતાં ઉદ્યોગોને ટકાવી રાખવા વીજદર ઘટાડાયો

0
78

દમણમાંથી પલાયન થતાં ઔદ્યોગિક એકમોને ટકાવી રાખવા માટે વિદ્યુત દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક ઉપયોગ માટેના વીજદર યથાવત રાખવામાં આવ્યા છે. એલટી ઈન્ડસ્ટ્રીઝ માટે ૧૦ પૈસાનો જ્યારે એચટી ઈન્ડસ્ટ્રીઝ માટે ૪૫ પૈસાનો ઘટાડો કરાતા ઉદ્યોગોને મોટી રાહત થઇ છે. સંઘપ્રદેશ દમણમાં વીજ વિભાગની આર્થિક સધ્ધરતાના કારણે વર્ષ ૨૦૧૮-૧૯ માટે વીજદરમાં કોઈપણ જાતનો વધારો નહીં કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેને જેઈઆરસી (જોઈન્ટ ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન)એ માન્ય રાખતાં ચાલુ વર્ષે રહેણાંક ઉપયોગ માટેના વીજદરમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ઉદ્યોગો માટે વીજદરમાં રાહત આપવામાં આવી છે. દમણમાં સરકારી સ્કીમોના લાભો પૂરા થતાં હોઈ એકમાત્ર ઓછો વીજદર જ ફાયદાકારક હતો. જોકે ભાવવધારાની આશાને કારણે ઘણા ઉદ્યોગો અન્ય રાજ્યોમાં પલાયન થઈ રહ્યા હતા. જેને ટકાવી રાખવા માટે પ્રશાસન દ્વારા ઉદ્યોગોના વીજદરમાં ચાલુ વર્ષે રાહત આપવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત એલટી (લો ટેન્શન) ઈન્ડસ્ટ્રીઝ માટે ૧૦ પૈસાનો જ્યારે એલટી (હાઈ ટેન્શન) ઈન્ડસ્ટ્રીઝ માટે ૪૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રશાસને લીધેલા આ નિર્ણયથી દમણમાં ઉદ્યોગોને ટકી રહેવા માટે ઓક્સિજન મળ્યો છે. દમણ વીજવિભાગની કામગીરીને જોતાં તેનું નિગમમાં રૂપાંતર કરવામાં આવે તેવી શક્યતાઓ નહિવત છે. જ્યારે દા.ન.હવેલી વિદ્યુત વિભાગને નિગમમાં રૂપાંતરિત કર્યા બાદ તેની નબળી કામગીરી જોતાં તેને પુન: સરકાર હસ્તક લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. કોમર્શિયલ અને કૃષિ વીજદર કોમર્શિયલ ગ્રાહકો માટે ૧૦૦ યુનિટ સુધી રૂ.૨.૪૦ અને ૧૦૧થી વધુના યુનિટો માટે રૂ.૩.૨૫નો દર નક્કી કરાયો છે. જ્યારે એચટી અને એલટી ઈન્ડસ્ટ્રીઝમાં કરાયેલા ભાવઘટાડા બાદ તેઓને રૂ.૩થી રૂ.૩.૫૦ સુધીનો ભાવ લાગુ પડશે. જ્યારે કૃષિ માટેના વીજદર માટે પ્રતિ યુનિટના ૯૦ પૈસા નક્કી કરાયા છે. ઘરેલું વીજદર વીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે નક્કી કરાયેલા દર મુજબ ઘરેલું વીજદરમાં ૧૦૦ યુનિટ સુધી રૂ.૧.૧૦, ૧૦૧થી ૨૦૦ યુનિટ માટે રૂ.૧.૬૦, ૨૦૧થી ૪૦૦ યુનિટ માટે રૂ.૧.૯૫ અને ૪૦૧થી વધુ યુનિટ માટે. રૂ.૩૦ રાખવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY