મોદી સરકાર સ્વાસ્થ્ય વિમા યોજનાને ૧૫ ઓગષ્ટે લોન્ચ કરે તેવી શક્યતા

0
12

નીતિ આયોગે પ્રતિ પરિવાર ૧૦૮૨ રૂ.પ્રીમિયમનો સંકેત આપ્યો
ન્યુ દિલ્હી,તા.૨૮
મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વિમા યોજનાને આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નીતિ આયોગની ગવ‹નગ કાઉન્સિલે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ માટે પ્રતિ પરિવાર વધારેમાં વધારે ૧,૦૮૨ રૂપિયાના પ્રીમિયમનો સંકેત આપ્યો છે. નીતિ આયોગ એક વર્ષ અથવા ત્રણ વર્ષ માટે પ્રીમિયમ નક્કી કરવા બાબતે વિચાર કરી રહ્યુ છે.
નીતિ આયોગે પ્રતિ પરિવાર ૧,૦૮૨ રૂપિયાના જેટલા પ્રીમિયમનો સંકેત આપ્યો છે. ઈન્શ્યોરન્સ કંપની પસંદ કરવા માટે રાજ્ય સરકાર અલગ-અલગ ટેન્ડર જાહેર કરશે. વીમા કંપનીઓનું માનીએ તો પ્રીમિયમની રકમ અલગ અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે. ટેન્ડર દ્વારા પ્રીમિયમ નક્કિ કરવા પર આ તેવા રાજ્યોમાં માટે વધારે શકે છે કે જ્યાં વધારે ક્લેમ થતા આવ્યા છે.
આરએસબીવાય સ્કીમમાં કંપનીઓનો અલગ અલગ રાજ્યોમાં અલગઅલગ એક્સપીરિયન્સ રહ્યો હતો. આ અંતર્ગત કેરળમાં વીમાં કંપનીઓ ૭૩૮ રૂપિયાનું વધારે પ્રીમિયમ ચાર્જ કરતી હતી. આરએસબીવાયમાં પ્રીમિયમની સીમા ૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી જ્યારે તેમાં એવરેજ પ્રીમિયમ ૩૪૫ હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY