ભાજપ સાથે જાડાણ માટે અનેક ધારાસભ્યો તૈયાર

0
16

શ્રીનગર, તા. ૧૫
ભાજપના સમર્થનથી નવી સરકારની સંભવિત રચનાના સંદર્ભમાં ચાલી રહેલી અટકળોમાં પીડીપીના ધારાસભ્ય અબ્દુલ માજિદે નવી આશા જગાવી છે. તેમનું કહેવું છે કે, પીડીપીના ૨૮ ધારાસભ્યો પૈકી ૧૮ ભાજપ સાથે હાથ મિલાવવા સાથે તૈયાર છે. આ સંદર્ભમાં મોટાભાગે સહમતિ થઇ ચુકી છે. તેમણે કહ્યું છે કે, તેમના સ્વર્ગસ્થ નેતા મુફ્તી મોહમ્મદ સઇદ ભાજપ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર થઇ શકે છે તો અમે કેમ ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતુ કે, મહેબુબા મુફ્તીની જાહેરમાં ચેતવણી બિલકુલ યોગ્ય બાબત નથી. પીડીપીના ધારાસભ્ય હાલમાં મહેબુબાની જાહેરમાં ટિકા કરી રહ્યા છે. ભાજપ સાથે હાથ મિલાવવાના સંકેત હવે દેખાઈ રહ્યા છે. પીડીપીના ધારાસભ્ય માજિદનું કહેવું છે કે, પીડીપીના અસંતુષ્ટો ભાજપને કેટલાક સંકેતો આપી ચુક્યા છે. ૮૭ સભ્યોના ગૃહમાં સરકારની રચના માટે જાદુઈ આંકડો ૪૪નો રહ્યો છે. અબ્દુલ માજિદના દાવા મુજબ ૧૮ પીડીપીના ધારાસભ્યો તૈયાર દખાઈ રહ્યા છે. ભાજપ પાસે ૨૫ ધારાસભ્યો છે. આ ગઠબંધનને આવી સ્થતિમાં માત્ર એક ધારાસભ્યની જરૂર પડી શકે છે. પીપલ્સ કોન્ફરન્સ જેની પાસે બે ધારાસભ્યો છે તે પણ ગઠબંધનને ટેકો આપી શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY