જમ્મુ,તા.૨૮
જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી રાજારી જિલ્લામાં એલઓસી પાસે પાકિસ્તાની હુમલાથી બચવા નાગરિકો માટે ૫૫૦૦ અન્ડરગ્રાઉન્ડ બંકર, ૨૦૦ કમ્યુનિટી હોલ બાંધવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બંકર તથા હોલના બાંધકામની યોજના માટે રાજ્ય સરકાર તરફથી ૧૫૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બાંધકામને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. ડેવલપમેન્ટ કમિશનર ઇકબાલ ચૌધરીએ બાંધકામ પ્રોજેક્ટ અંગે તાકીદની બેઠક બોલાવી ફેમિલી બંકર, કમ્યુનિટી બંકર, કમ્યુનિટી હોલ, બોર્ડર ભવન અંગેના બાંધકામ અને એમાં પૂરી પાડવામાં આવતી સગવડો અંગે ચર્ચા કરી હતી.
૧૨૦ કિ.મી. લાંબી એલઓસી નજીક પાકિસ્તાનના હુમલાથી નાગરિકોને બચાવવા અલગ અલગ સાત વિભાગમાં કુલ ૫૧૯૬ બંકર બાંધવામાં આવશે. સુંદરબાની, કિલ્લા દહલ, નોરાવારા, દોંગી, રાજારી, પંજગ્રેન અને માંજાકોટે વિસ્તારોમાં બંકરો બાંધવામાં આવશે. તે ઉપરાંત ૨૬૦ કમ્યુનિટી બંકર, ૧૬૦ કમ્યુનિટી હોલ પણ ઊભા કરવામાં આવશે. જેથી વિકટ સમસ્યામાં નાગરિકો ત્યાં આશ્રય મેળવી શકે. સરકારી સંવાદદાતાના જણાવ્યા મુજબ બોર્ડર ભવનમાં ૧૦,૦૦૦ લોકોનો સમાવેશ થઈ શકે એવી સગવડ પૂરી પાડવામાં આવશે. એમએચએ ગાઈડલાઈન મુજબ બંકર તથા ભવનની ડિઝાઇન તૈયાર થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એલઓસી નજીકના ૩ કિ.મી. વર્તુળના ક્ષેત્રમાં વસતા નાગરિકોને ફેમિલી બંકરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. બંકર તથા હોલ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓની નજીક બાંધવામાં આવશે જેથી નાગરિકોને રોજિંદી ગતિવિધિ અવરોધક બને નહીં.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





