અમેરિકાએ સહાય બંધ કરી,પાકિસ્તાને ચીન પાસે ૧૩૫ અબજ રૂપિયાની લોન માંગી

0
13

પાકિસ્તાને ચીન પાસે ફરી મદદનો હાથ લંબાવ્યો
ઈસ્લામાબાદ,તા.૨૮
પાકિસ્તાનની બેવડી રણનીતિથી અને દગાખોરીથી દુનિયાના તમામ દેશો માહિતગાર છે. તેમ છતા પાકિસ્તાનના દુનિયા સમક્ષ સક્ષમ હોવાના ખોટા દાવા કરી રહ્યુ છે. હકીકતમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે, કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાને ચીન પાસે ફરી મદદનો હાથ લંબાવ્યો છે, આ વખતે પાકિસ્તાને ચીન પાસે ૧૩૫ અબજ રૂપિયાની લોન માગી છે.
સ્થાનિક ન્યૂઝ પેપર ડોનના એક રિપોર્ટમાં દાવો કરાયો કે ચીન અને તેની સરકારી બેંકો દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી લોન જુન સુધી ૫ અબજ ડોલર સુધી પહોંચશે, કહેવામાં આવી રહ્યુ છે કે ચીન પાસે લોન માગવા પાછળનું કારણ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી તમામ મદદ બંધ કરવાનું હોઇ શકે છે.
ચીન પાસેથી લોન લઇને ઇસ્લામાબાદ પોતાના ઝડપથી ઘટી રહેલા મુદ્રા ભંડારને બચાવવાના પ્રયાસ કરશે. ગત વર્ષે મેમાં પાકિસ્તાન પાસે ૧૬.૪ અબજ ડોલર વિદેશી મુદ્રા ભંડાર હતું, જે ગત સપ્તાહે ઘટીને ૧૦.૩ અબજ ડોલર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ લોન એવા સમયે માગવામાં આવી છે, જ્યારે આ વર્ષે એપ્રિલમાં ચીનની કોમર્શિયલ બેંકોએ પાકિસ્તાન સરકારને ૧ અબજ ડોલરની લોન આપી હતી.
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો અને પાકિસ્તાનના ચાલુ ખાતામાં નુકશાન વધવાને કારણે આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે જુલાઇમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનને ફરી બેલઆઉટ પેકેજ માટે ઇન્ટરનેશનલ મોનેટરીંગ ફંડનો દરવાજા ખખડાવવો પડશે, અગાઉ પાકિસ્તાન વર્ષ ૨૦૧૩માં પણ ઇન્ટરનેશનલ મોનેટરીંગ ફંડ પાસેથી ૬.૭ અબજ ડોલરની મદદ માગી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY