મોરબી જીલ્લામાં મેઘરાજાની સવારી પહોંચવામાં ખાસ્સો વિલંબ થયો હતો જોકે સોમવારથી મેઘસવારી આવી પહોચતા મેઘાએ હેત વરસાવ્યું હતું અને મોડી રાત્રીના પણ ગાજવીજ સાથે વરસાદ શરુ થતા સિરામિક ફેક્ટરીનો શેડ ધરાશાયી થયો હતો.
મોરબીમાં સોમવારે શરુ થયેલો વરસાદ મોડી રાત્રીના પણ યથાવત રહ્યો હતો અને રાત્રીના ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જે તોફાની વરસાદને કારણે મોરબી-માળિયા હાઈવે પરની એક સિરામિક ફેક્ટરીમાં નુકશાની પહોંચી હતી આ ફેક્ટરીનો શેડ તૂટી પડ્યો હતો જોકે સદનસીબે ત્યાં કોઈ હાજર ના હોવાથી જાનહાની થવા પામી નથી તેમજ શેડ ધરાશાયી થવાને પગલે થયેલી નુકશાનીનો સત્તાવાર આંક મેળવી શકાયો નથી
રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



