‘ભાજપ-સેના વચ્ચે યુતિ નહી થાય તો કાંગ્રેસને લાભ’ : ચંદ્રકાંત પાટિલ

0
15

કોલ્હાપુર,તા.૨૮
વરિષ્ઠ ભાજપ નેતા અને રાજયના જાહેર કામ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કોલ્હાપુર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપે શિવસેના સાથે યુતિ રાખવી અનિવાર્ય છે. ભાજપ-સેના વચ્ચે યુતિ નહી થાય તો આગામી વિધાનસભાની ચૂંટણી બાદ કાંગ્રેસ સત્તા પર આવી જશે.
પાલઘર લોકસભાની પેટાચૂંટણી અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ખોટું રાજકારણ રમ્યા અને બંને પક્ષ વચ્ચેની વધતી જતી કડવાશ પર દોષારોપણ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ભાગ્યે જ કોઇ મહ¥વની ચૂંટણી લડ્યા છે.
પાલઘરના ભાજપના સાંસદ ચિંતામન વનગાના મૃત્યુને કારણે આ બેઠક પર ફેરચૂંટણી આવી પડી છે. ભાજપે વનગાના પરિવારના કોઇને આ ચૂંટણીમાં ઊભા રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ શિવસેનાએ આ બેઠક પર વનગાના પુત્ર શ્રીનિવાસ વનગાને પોતાના ઉમેદવાર તરીકે ઊભો રાખી દીધો, એમ પાટીલે દાવો કર્યો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY