મલ્ટી વિટામીન નુકસાન કરે છે

0
52

તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રૂટિનમાં મલ્ટી વિટામીનના ઉપયોગથી ભારે નુકસાન થાય છે. મોટા શહેરોમાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય લોકો હાલમાં વિટામીનની દવા વ્યાપક પ્રમાણમાં લઇ રહ્યા છે. વિટામીનની દવા લઇ રહેલા મોટા ભાગના લોકોને એ વાતની માહિતી નથી કે આવી દવા લેવાથી તેમને લાભ થઇ રહ્યો છે કે નુકસાન. કેટલાક લોકો તો બિમાર નહી હોવા છતાં મલ્ટી વિટામીનની દવાઓનો ઉપયોગ કરે છે. લોકોની ફરિયાદ છે કે જા તેઓ મલ્ટી વિટામીનની દવા લેતા નથી તો તેમને કમજારીનો અનુભવ થાય છે. કેટલાક લોકોનું કહેવુ છે કે ૪૦ વર્ષની વય બાદ દરેક વ્યક્તિને મલ્ટી વિટામીનની દવા લેવી જાઇએ. તબીબોનું કહેવુ છે કે મોટા ભાગના લોકો મલ્ટી વિટામીનની દવા લેતા પહેતા તબીબોનો સંપર્ક કરતા નથી. સાથે સાથે કોઇ પણ પ્રકારના ટેસ્ટ પણ કરાવતા નથી. તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક અભ્યાસના તારણોથી ગૂંચવણભરી સ્થિતી સર્જાઇ ગઇ છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના નેતૃત્વમાં કરવામાં આવેલા ૧૯ વર્ષ જુના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ મલ્ટી વિટામીન, વિટામીન બી, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર અને આયરન ધરાવતી દવા લીધી હતી તે દવા લેનાર મહિલાઓમાં મોતનો દર વધારે રહ્યો છે. જ્યારે આવી કોઇ દવા ન લેનાર મહિલાઓમાં મોતનો દર ઓછો છે. ફ્રાન્સીસી શોધ કરનાર લોકોએ કહ્યું છે કે ચાર વર્ષથી વધુ સમયના ગાળામાં ૮૦૦૦ લોકોના આરોગ્ય પર મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જે મહિલાઓ અથવા તો પુરૂષોએ સપ્લીમેન્ટનો ઉપયોગ કર્યો હતો તે મહિલાઓ અને પુરૂષોને કેન્સર અથવા તો હાર્ટની તકલીફ વધારે થઇ હતી. તબીબોનું કહેવુ છે કે ભારતમાં વિટામીનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવુ છે કે વિટામીન લેવાનો ક્રેઝ હવે જરૂરીયાત કરતા ફેશન વધારે બની જતા વિકટ સમસ્યા સર્જાઇ ગઇ છે. વિટામીન લેવાના ફાયદા અને નુકસાન તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તબીબોની સલાહ લેવાની હવે જરૂરીયાત ઉભી થઇ છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY