જીવન માં વહીવટદાર જરૂરી છે પણ તે પ્રમાણિક હોવો જોઈએ.દાત.ઘરના વડીલ કે મોભી એ વહીવટદાર કહેવાય જે ઘરના સભ્યો પ્રત્યે ની ફરજો સભાનપણે અદા કરી શકે.
એવુંજ સમાજ જીવન માં પણ. હોવું જોઈએ.ચૂંટાયેલા સભ્ય ટી લઇ સરકાર અને તેના કર્મચારીઓ ભલે તે સચિવ,કલેકટર,પ્રાંતઅધિકારી,મામલતદાર કે તેની નીચે નો સ્ટાફ હોય કહેવાય તો ત3 સરકાર ના વહીવટદાર જ.
જેની પાસે કર્તવ્ય માં પ્રમાણિકતા હોવી જોઈએ જેનો આજના સમય માં અભાવ જોવા મળેછે.અધિકારી ગમેતે હોય પણ હાલ મહદ અંશે પરગજુ ને પ્રમાણિક નહીં પણ સ્વ ની ભાવનાવાળો બનતો જાય છે અને અંતે ભ્રષ્ટાચારી બનતો જાય છે.
કલેકટર કચેરી થી લઈ ,પોલીસ વિભાગ માં હવે પોતે વહીવટદાર મટી પોતાના માટે રાખવામાં આવેલ વ્યક્તિ ને વહીવટદાર કહેવામાં આવેછે.
પોલીસ વિભાગ,રેવન્યુ વિભાગ,ખાણખનીજ વિભાગ,આરટીઓ,ફૂડ એન્ડ ડ્રગ વિભાગ,ઈંડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ,ડીઆઇસી,સિટી એન્જીનીયર,જીપીસીબી અરે તમામ વિભાગો માં અને ખાસ કરી ને પોલીસ વિભાગ માં તો વહીવટદાર બનવાની જાણે હોડ લાગી રહી છે.મલાઈદાર જગ્યાઓ પર પોસ્ટીગ મેળવવા કથિત અપ્રમાણિક રસ્તે વાહીવતદારો સાથે સેટિંગ કરી પોસ્ટિંગ મેળવાય છે ને ખર્ચેલ નાણાં પ્રજા પાસે થી લાંચ ના રૂપ માં વસુલાય છે.
રાજ્ય માં હાલતો એન્ટી કરપસન વિભાગ ફરિયાદ મળે કે તરત કામે લાગી જાય છે પણ હજુ તેના કાયદા માં સુધારા ની આવશ્યકતા છે.
વારતહેવારે મોટા અધિકારીઓ ને શુભેચ્છા ના રૂપકડા નામે ભેટ સોગાદો અપાય છે એ પણ ભ્રષ્ટ આચાર જ પપકહેવાય.કેમકે આમ કરવાથી લાગણી કે શહેશરમ માં આવી ખોટા કામો કરવા પડતા હોય છે કે ખોટું ચલાવી લેવા આંખ આડા કાન કરવા પડતા હોય છે.
લાયસન્સ પ્રથા ઓ માં ઓછા સ્ટાફ ને બહાને ઓફિસબેઠાજ ઇન્સ્પેકસન કરી ભેટસોગાદ લેવાતી હોય છે
ઉપરોક્ત પરિસ્થિતિ નો ઈલાજ એટલે આપણે આવી ઘુસ પ્રથા થી દુર રહીએ અને જરૂર પડે સરકાર ના એન્ટી કરપસન વિભાગ ને સથવારે આવા લંચિયા ઓ ને જેર કરીયે.
અત્રે રાજ્ય સરકારે પણ જાગૃત થાય અને આવનાર દિવાળી પહેલા અને પછી ના 15 દિવસ તમામ સરકારી કચેરીઓ પર ACB ની વોચ મૂકે જૅથી ગત વર્ષો ની જેમ આવર્ષે પણ કિંમતી ભેટ સોગાદ આપનાર અને લેનાર વચ્ચે નું અંતર વધે લંચિયા પકડાય અને વહીવટ સાચેજ પારદર્શક બને.
ભ્રષ્ટઆચાર ની વધુ વિગત અને વહીવટદારો ના નામ માટે જોતા રહો જંગ એ ગુજરાત અખબાર (2004 થી અવિરત)અને અમારી વેબસાઈટ www.jungegujarat.in
તેમજ ઇ-પેપર. અમારો સંપર્ક કરવા કોલ કરો
7574888861
વિગત ઇ મેઈલ કરવા
jungegujarwt2004@gmail.com
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



