પ્યોંગયોંગ,તા.૩૦
ટ્રંપ-કિમ જાંગ વચ્ચેની ૧૨ જૂનની સૂચિત બેઠકનો માહોલ ઊભો કરવા માટે ઉ.કોરિયન કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતા કિમ યોંગ અમેરિકા ભણી રવાના થયાં છે. રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિવટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કિમ યોંગ ચીનની રાજધાની બેઇજિંગમાંથી વિમાનમાં વોશિંગ્ટન ભણી રવાના થયાં. તેઓ અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે મુલાકાત કરશે.
૭૨ વર્ષીય કિમ યોંગ તાનાશાહ કિમ જાંગના ખાસ છે તેમજ તેઓ વિદેશ નીતિમાં માહેર છે. હજુ હમણાં જ દક્ષિણ કોરિયાના રાષ્ટપતિ સાથે થયેલી મુલાકાતમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચીની રાષ્ટપતિ શી જિનપિંગ અને કિમ જાંગ ઉનની મુલાકાત ટાણે પણ તેઓ હાજર રહ્યા હતા. દક્ષિણ કોરિયામાં આયોજિત વિન્ટર ઓલિમ્પિક સમાપન સમારોહમાં તેમણે ઉત્તર કોરિયા વતી ભાગ લીધો હતો.
કિમ યોંગની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જાગની વચ્ચેની બેઠક સુનિશ્ચિત કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જાંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી હતી જે પછી અમેરિકી વિદેશમંત્રી બે વાર રાજધાની પ્યોંગયોગ ગયા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






