ભરૂચના પોલીસ હેડ કવાટર્સ ખાતે દશેરાના પાવન પર્વે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે શસ્ત્ર પૂજન કરાયું હતું.

ગુરુવારે વિજયા દશમીનાં પાવન પર્વ નિમિત્તે લોકો દ્વારા પોતાના શસ્ત્ર પુજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પોતાના કુળદેવીની તલવાર અને પોતાના શત્રોનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે.

જેના ભાગરૂપે ગુરુવારે ભરૂચ જિલ્લા હેડ કવાટર્સ ખાતે
જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય અધિકારીની હાજરીમાં શસ્ત્રો,અશ્વ,અને ડોગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
એસ.પી રાજેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે વિજયા દશમીએ અસુર શક્તિ પર વિજય મેળવવાના દિવસે પોલીસ પરિવાર દ્વારા લોકોની જાન માલની સુરક્ષા કરવા માટે વપરાતા શાસ્ત્રોનું પણ પૂજન અર્ચન કરીને લોકોની સુરક્ષિત રાખી શકાય છે.શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં હેડ કવાટર્સ ડીવાયએસપી મેઘા તેવાર, એસ.સી.એસ.ટી સેલ ડીવાયએસપી એમ.પી.ભોજાની, આર.એસ.આઈ તથા પી.આઈ અને પીએસઆઇ સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





