નેત્રંગમાં દારૂ ઢીંચીને વાહન હાકનાર સહિત બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા

0
475
નેત્રંગ:
પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કમઁચારી કાંતિભાઇ,દેવરાજભાઇ અને પરમાનંદભાઇ સરકારી વાહનમાં નેત્રંગ ટાઉનમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જે દરમિયાન નેત્રંગ ચાર રસ્તા તરફથી સફેદ રંગની એસ.યુ.વી ગાડી નં.  GJ-૬-JQ-૧૮૧૮ નો ચાલક ભયજનક અને ગફલત ભરી રીતે હંકારી લાવતા તેને રોકાવી પુછપરછ કરતા વાહનચાલક અને ડ્રાયવર સીટની બાજુમાં બેસેલ સહિત પાછળની સીટ પર બેસેલ ઇસમ ને નીચે ઉતારવાનું કહેતા તે બધા જ લથડીયા ખાતા હતા, જેથી નેત્રંગ પોલીસ પુછપરછ કરતાં સુધીર,હષઁ અને જગદીશ જણાવ્યા હતા, જ્યારે નેત્રંગ પોલીસે તમામ ઇસમો વિરુધ્ધ કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધી  કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી, જ્યારે ૭ લાખ રૂપિયાની એસ.યુ.વી ગાડી પણ કબ્જે કરી લીધી હતી.  જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસે દારૂ ઢીંચીને વાહન હાકનાર સહિત અન્ય બે ઇસમોને પકડી પાડ્યા અને એસ.યુ.વી ગાડી કબ્જે કયૉની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં વાહનચાલકો, દારૂની હેરાફેરી કરતાં બુટલેગર સહિત સમગ્ર વિસ્તારની પ્રજામાં ફફડાટ મચી જવા પામ્યો હતો, સાથે જ આ ગાડી પાછળના ભાગે નમ્બર પ્લેટ લાગેલ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે આવનાર સમયમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પર કડક હાથે કાયઁવાહીને પોલીસતંત્રએ ચિમકી ઉચ્ચારતાં નેત્રંગ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારે ચહલ-પહલ મચી જવા પામી હતી.
રિપોર્ટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY