સુષ્મા સ્વરાજ વિદેશ પ્રવાસે, બ્રિક્સના વિદેશ પ્રધાનોની બેઠકમાં સામેલ થશે

0
28

ન્યુ દિલ્હી,તા.૨
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ રાજધાની નવી દિલ્હીથી પાંચ દિવસના વિદેશ પ્રવાસે દક્ષિણ આફ્રિકા રવાના થયા છે. દક્ષિણ આફ્રિકામાં સુષ્મા સ્વરાજ બ્રિક્સ અને આઈબીએસએની બેઠકમાં ભાગ લેવાના છે. બ્રિક્સ અને આઈબીએસએમાં ભારતની ભૂમિકા ચાવીરૂપ છે. વિદેશ પ્રધાન દક્ષિણ આફ્રિકાના ટોચના નેતાઓ સાથે મુલાકાત પણ કરવાના છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પિટસબર્ગ રેલવેસ્ટેશ પર ટ્રેનના ડબ્બામાંથી ગાંધીજીને બહાર ધક્કો મારી દેવાની ઐતિહાસિક ઘટનાની સવાસોમી વાર્ષિક જયંતિ નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમોમાં પણ સુષ્મા સ્વરાજ સામેલ થવાના છે.
૧૮૯૩માં બનેલી દક્ષિણ આફ્રિકાની ઘટનાએ જ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવા માટે પ્રેરીત કર્યા હતા. ચોથી જૂને બ્રિક્સ દેશો- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાનોની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં આગામી મહિને જહોનિસબર્ગ ખાતે યોજાનારી બ્રિક્સની વાર્ષિક બેઠક મામલે ચર્ચા થવાની છે.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની અધ્યક્ષતામાં આઈબીએસએ દેશોની બેઠક પણ યોજાવાની છે. મહાત્મા ગાંધીએ અહિંસાની વિચારધારાને વિકસિત કરી હતી તે ફિનિક્સ સેટલમેન્ટની સુષ્મા સ્વરાજ છ જૂને મુલાકાત લેવાના છે. છ અને સાતમી જૂને પિટ્‌સબર્ગ ખાતે ગાંધીના સત્યાગ્રહની સવાસોમી જયંતી નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમોમાં પણ સુષ્મા સ્વરાજ સામેલ થવાના છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY