વડાપ્રધાન નેપાળ પ્રવાસે : મોદીએ પશુપતિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી

0
88

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેપાળ મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે મુક્તિનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. પીએમ મોદીએ પુજારી પાસે હાથ પર કાળો દોરો બંધાવ્યો હતો અને જમીન પર બેસીને પૂજા-અર્ચના કરી હતી.
મુક્તિનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં હાજર લોકો વચ્ચેપહોંચ્યા હતા અને તેમની સાથે મળીને ત્યાં ઢોલ પણ વગાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગઇકાલે જાનકી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મંજીરા વગાડ્યા હતા.
મુક્તિનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન નરેન્દર મોદી પશુપતિનાથ મંદિર પહોંચ્યા હતા. પશુપતિનાથ મંદિરની આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી મુલાકાત હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં પોતાની નેપાળ યાત્રાના અનુભવ વિશે લખ્યું હતું.
તેમણે નેપાળના પીએમ ઓલીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે તેમને પશુપતિનાથ મંદિર પર આવવા પર ઘણી ખુશી થઇ છે. આ મંદિર ભારત અને નેપાળની ધાર્મિક વિરાસતનું પ્રતિક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ નેપાળના પૂર્વ પીએમ પુષ્પ દહલ પ્રંચડ સાથે કાઠમંડૂમાં મુલાકાત કરી. તેની સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાંથા ઠાકુર સહિત રાષ્ટ્રીય જનતા પાર્ટી નેપાળના સભ્યો સાથે પણ મુલાકાત કરી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY